Astrology

Astrology: ઈલાયચી સાથે જોડાયેલા આ ઉપાય કરવાથી દરિદ્રતા થશે દૂર, દરેક ક્ષેત્રમાં મળશે સફળતા

દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ખૂબ જ ધન અને પ્રગતિ પ્રાપ્ત કરવા હોય છે. એના માટે ઘણા બધા ઉપાય અને પ્રયત્ન પણ કરે છે, પરંતુ સફળતા મળતી નથી. જો તમારી સાથે પણ આવું થતું હોય તો, પરેશાન થવાની જરૂર નથી. આજે અમે તમને આ સમસ્યાના સમાધાન વિશે જણાવીશું. કારણ કે આ સમસ્યાનું સમાધાન જ્યોતિષશાસ્ત્રમાં છુપાયેલું છે.

જ્યોતિષશાસ્ત્રમાં લીલા રંગની ઈલાયચી સાથે જોડાયેલા કેટલાક ઉપાય બતાવવામાં આવ્યા છે. જેને કરવાથી જીવનમાંથી ઘણી બધી સમસ્યાઓ દૂર કરી શકાય છે. ઘર અને પરિવારમાં સુખ અને સમૃદ્ધિ અને શાંતિ માટે આ ઉપાય ખૂબ જ ઉપયોગી બને છે. સાથે જ ઘરમાંથી નકારાત્મકતા અને દરિદ્રતા પણ દૂર થાય છે. આજે અમે તમને ઈલાયચી સાથે જોડાયેલા આ ઉપાય વિશે જણાવીશું.

જ્યોતિષશાસ્ત્ર મુજબ એક વાસણમાં એક કળશ જેટલું જળ લેવું. એમાં બે લીલા રંગની ઈલાયચી નાખવી. પાણીને ઉકાળવું. પાણી જ્યારે ઉકળીને અડધું રહી જાય ત્યારબાદ તેને ન્હાવાના પાણીમાં મિક્સ કરી દેવું. ત્યારબાદ એનાથી સ્નાન કરવુ. આ સમયે ‘ओम जयंति मंगला काली भद्रकाली’ મંત્રનો જાપ કરવો માનવામાં આવે છે કે, આ ઉપાય કરવાથી દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થાય છે અને દરેક સમસ્યાથી છુટકારો મળે છે, ઉપરાંત આર્થિક સંકટ દૂર કરવા માટે પર્સમાં લીલા રંગની ચાર ઈલાયચી રાખવી.

માન્યતા છે કે, એનાથી ધન વૃદ્ધિ થાય છે. ધન સંકટ દૂર થાય છે અને ક્યારેય પણ ધનની અછત થતી નથી. તમે કોઈક ગરીબને ઈલાયચી ખવડાવીને સિક્કા દાન કરીને ધનની ઉણપ અને દરિદ્રતા દૂર કરી શકો છો.