આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડીયાએ બાગેશ્વર બાબાના કાર્યક્રમને લઈને આપ્યું મોટું નિવેદન
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડીયાએ બાગેશ્વર બાબાના કાર્યક્રમને લઈને ચાલી રહેલા વિવાદને લઈને મોટું નિવેદન આપવામાં આવ્યું છે. તેમના દ્વારા મોટું નિવેદન આપતા જણાવવામાં આવ્યું છે કે, આ દેશમાં ધાર્મિક કાર્યક્રમ ચાલ્યા રહે છે. ત્યારે હિન્દુ રાષ્ટ્રના ધાર્મિક કાર્યક્રમમાં કોઈ દ્વારા કોમેન્ટ કરીને તેનો વિરોધ કરવો જોઈએ નહીં.
ઉલ્લેખનીય છે કે, આગામી તારીખ 26 અને 27 મેના રોજ બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતના આવવાના છે. જ્યારે સુરતના લિંબાયત વિસ્તારમાં તેમના દિવ્ય દરબારનું આયોજન કરાયું છે. તેને લઈને જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. જ્યારે બીજી તરફ ગુજરાતમાં બાબાના કાર્યક્રમનો વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે. જ્યારે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડિયા સુરતના આવ્યા હતા તે સમયે તેમના દ્વારા બાગેશ્વરના દિવ્ય દરબારને ધાર્મિક કાર્યક્રમ કહેવામાં આવ્યો હતો.
પ્રવીણ તોગડિયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ધાર્મિક કાર્યક્રમમાં કોઇપણ રીતની કોમેન્ટ કરવી જરૂરી નથી. આ હિન્દુઓનો દેશ રહેલ છે. ધાર્મિક કાર્યક્રમો ચાલ્યા રહે છે. આ સિવાય બાગેશ્વર બાબાના ચમત્કાર વિશે પ્રશ્ન પૂછવા આવતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ‘કોઈ ધાર્મિક કાર્યક્રમ પર કોમેન્ટ કરવી જોઈએ નહીં કેમકે અહીંયા ધાર્મિક કાર્યક્રમો ચાલ્યા કરે અને ચાલતા જ રહેવાના છે.’
તમને જણાવી દઈએ કે, બાગેશ્વર ધામ આયોજન સમિતિના સભ્યોની સુરતમાં યોજનાર દિવ્ય દરબારની વ્યવસ્થાને લઇને અગાઉ બેઠક યોજાઈ હતી. સભ્યોએ જણાવ્યું કે તેઓ હમણાંથી કાર્યક્રમને સફળ બનાવવા માટે તનતોડ મહેનત કરવામાં લાગી ગયા છે. આ આયોજનની સમિતિમાં ધારાસભ્ય સંગીતાબેન પાટીલ, સંદિપભાઈ દેસાઈ, પાલિકા ચેરમેન દિનેશ રાજપુરોહિત,શાસક પક્ષ નેતા અમિતસિંહ રાજપૂત તેમજ અનેક સમાજના અગ્રણીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.