જો હાલના બાળકોની વાત કરીએ તો અત્યારે લોકો નાનપણથી જ વ્યસને ચડી ગયા છે તેમાં ભારતમાં બેરોજગારી સાથે ગરીબી અને સાથે સાથે ઘણા લોકો વ્યસની થઈ ગયા છે. અત્યારે નાના નાના છોકરું પણ જોઈએ તો તે પણ ગુટખા મસાલા પાન મસાલા ખાય છે. પછી મોટો થઈને તે આગળ શું કરે છે તે કોઈને ખ્યાલ પણ નથી હોતો. ઘણા એવા લોકો છે જેમના પરિવારના ધ્યાન ન રાખવાથી એવી વ્યસનને ચડી ગયા છે કે તેમને અત્યારે રોકવા મુશ્કેલ કામ છે આવું ઘણા લોકો સાથે થતું હોય છે.
ગુજરાતમાં દરિયા કિનારેથી શરૂ થયેલી દારૂની હેરાફેરી હવે શહેરોમાં પણ થઈ રહી છે. અમદાવાદ સાથે બીજા શહેરોમાં ડ્રગ્સનું વેચાણ વધવા લાગ્યું છે. પોલીસ ડ્રગ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરી રહી હોવા છતાં સતત ડ્રગ્સ જપ્ત કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં, ઝોન II ની પોલીસે અમદાવાદ શહેરના તીન દરવાજા પાસે કાકા-ભત્રીજા ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે. આ કાકા-ભત્રીજાએ અનેકવાર ગુના કર્યા છે, કાકા ડ્રગ્સ અને હથિયારોના કેસમાં ત્રણ વખત જેલમાં ગયા છે.
અમદાવાદમાં ડ્રગ્સ ડીલરો વધી રહ્યા છે. શહેરમાં દારૂની હેરાફેરી કરતા તસ્કરો અવારનવાર પકડાય છે. આગળ પણ પોલીસ દ્વારા ડ્રગ્સ વેચતા પકડાયેલા આરોપીનું નામ જાવેદ શાહ અહમદશા સૈયદ હોવાનું જણાવાયું હતું. હાલ પોલીસે આરોપી મહંમદ બિલાલ અબ્દુલ સમાજ કુરેશી અને જાવેદચા અહેમદશા સૈયદની 6.6 ગ્રામ ડ્રગ્સ સાથે અટકાયત કરી છે અને મુખ્ય આરોપી દાણીલીમડાની શાહઆલમ સોસાયટીના જીશાન મજીદ મેમણ ઉર્ફે દત્તા પોલને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.
અગાઉ એનડીપીએસના ગુનામાં પકડાયેલ જાવેદ ખાન ઉર્ફે બાબા બલોચ આ વખતે પણ ડ્રગ્સના કેસમાં પકડાયો છે. આ બાદ ગઈકાલે પકડાયેલી મહિલા અગાઉ પણ ડ્રગ્સ વેચતી પકડાઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ મહિલા ડ્રગ્સનો કાળો કારોબાર ચલાવતા ફિરોઝ ચોરની બહેન છે. SOG ક્રાઈમે ગઈ કાલે જાવેદ ખાન ઉર્ફે બાબા બલોચ, વસીમ અહેમદ શેખ અને શબાના બાનુ મિર્ઝાની ધરપકડ કરી હતી. SOG ક્રાઇમે 6.69 લાખની કિંમતનો 69 ગ્રામ 670 મિલિગ્રામ ડ્રગ્સ મળી કુલ સાત લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.