ભારે વરસાદને પગલે વલસાડ જિલ્લામાં શાળા કોલેજોમાં રજા જાહેર
વલસાડ જિલ્લામાં રવિવારના રોજ ભારે વરસાદ જોવા મળ્યો હતો. તેના લીધે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. વલસાડ જિલ્લાની તમામ શાળા, કોલેજો, ITI, આંગળવાડીઓ ને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ટ્વિટર પર આ જાણકારી આપવામાં આવી છે. સોશિયલ મીડિયા મારફતે વલસાડ વહીવટી તંત્ર દ્વારા લોકોને જાણકારી આપવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસ્યો હોવાના લીધે વલસાડ ની ઔરંગા નદી એ ભયજનક સપાટી પાર કરી લીધી છે. વલસાડ ની ઔરંગા નદી પોતાની ભયજનક સપાટી પાર કરતા છ મીટર પર વહેતા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારના લોકોને સ્થળાંતર કરાવવા ની કામગીરી હાથ ધરી છે. તેની સાથે વલસાડની ઔરંગા નદી ભયજનક સપાટી પર પસાર થતા ભાગડા ખુર્ડ ગામ તથા વલસાડ શહેરના બંદર રોડ, કાશ્મીર નગર, કૈલાશ રોડ સહિતના શહેરી વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે.
જ્યારે વલસાડ જિલ્લા કલેક્ટર સહિતની ટીમ પૂરની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ બની ગયેલ છે. તેની સાથે સાથે નીચાણવાળા વિસ્તારોમાં મુલાકાત પણ ટીમ દ્વારા લેવામાં આવી રહી છે. વલસાડ જિલ્લામાં તમામ પરિસ્થિતિને પહોંચી વળવા NDRF ની ટીમ સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી છે. વલસાડ જિલ્લાના ઉપવાસમાં ભારે વરસાદના લીધે વલસાડ ની ઔરંગા નદી એ પોતાની ભયજનક સપાટી પાર કરી લેતા વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.
તેની સાથે ઔરંગા નદીના પાણી વલસાડ શહેરના નીચાણવાળા વિસ્તાર જેમ કે, કાશ્મીર નગરમાં પાણી ઘુસવાનું શરૂ થયું છે. તેના લીધે તંત્ર દ્વારા પોલીસની મદદથી સ્થાનિકોને સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરી છે. જ્યારે ફાયર વિભાગની ટીમ સાથે પોલીસ ટીમ ના કાફલા દ્વારા પણ ઘટનાસ્થળ પર પહોંચે લોકોને અહીંથી સ્થળાંતર કરવાની અપીલ કરવામાં આવી હતી. જેમાં 150 થી વધુ લોકોને શેલ્ટર હોમ ખાતે ખસેડવામાં આવ્યા છે. વલસાડ મામલતદાર દ્વારા ખડે પગે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.