GujaratRajkotSaurashtra

જેતપુરમાં જર્જરિત મકાન પર કિલ્લાની દીવાલ ધરાશાઈ થતા બે બાળકી સહિત એક વૃદ્ધનું મોત

જેતપુરના ગોદરા વિસ્તારથી મોટી દુર્ઘટના સામે આવી છે. જેતપુરમાં આવેલ જૂનું મકાન ધરાશાયી થયાની ઘટના ઘટી છે. ગોદરા વિસ્તારમાં ઉપરના ભાગમાં આવેલા વર્ષો જૂના કિલ્લાની દીવાલ એકાએક ધરાશાઈ થઈ હતી. વરસાદના પાણી પ્રવાહના લીધે આ ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. જ્યારે અંદાજીત 100 વર્ષ જુનાં છ મકાનો ધરાશાયી થયા હોવાની ઘટના સામે આવી છે. આ મકાનમાં આઠ વ્યક્તિ દટાઈ ગયા હોવાની જાણકારી સામે આવી છે. તેની સાથે આ ઘટનામાં એક વૃદ્ધ અને બે બાળકીનાં મોત નીપજ્યા હોવાની જાણકારી સામે આવી છે. જ્યારે અન્ય પાંચ વ્યક્તિ સારવાર હેઠળ રહેલા છે. ઘટનાની જાણકારી મળતા  ધારાસભ્ય જયેશ રાદડિયા ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ, જેતપુરના ગોદરા વિસ્તારમાં આવેલું એક જૂનું મકાન એકાએક ધરાશાઈ થઈ ગયું હતું. જ્યારે ઉપરના ભાગમાં વરસાદના લીધે પાણી વહી રહ્યું હોવાના લીધે જુના કિલ્લાની દીવાલ ધરાશાઈ થઈ ગઈ હતી. અંદાજીત 100 વર્ષ જૂનાં મકાનો ધરાશાયી થતા મકાનમાં રહેલી 8 વ્યક્તિ દટાઈ ગયા હતા. જેમા સૌથી પહેલા બે નાનાં બાળકો તેમજ 1 વ્યક્તિનું રેસ્કયૂ કરી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યાર બાદ અન્ય વ્યક્તિઓને બહાર કાઢી સારવાર હેઠળ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. કાટમાળ નીચે દટાયેલા લોકોને સ્થાનિકો અને પોલીસ દ્વારા રેસ્ક્યૂ કરી બહાર કાઢવામાં આવ્યા હતા. ધારાસભ્ય જયેશ રાદડિયાએ ઘટનાસ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું અને ત્યાર બાદ તેમના હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની મુલાકાત લેવામાં આવી હતી.

મૃતકના નામ નીચે મુજબ છે

જયાબેન રાજુભાઈ મકવાણા (ઉં.વ. 50)

મેઘના અશોકભાઈ મકવાણા (ઉં.વ.10)

સિદ્ધિ વિક્રમભાઈ સાસડા (ઉં.વ.7)

ઈજાગ્રસ્ત પાંચ લોકો

વંદના અશોકભાઈ મકવાણા (ઉં.વ.14)

શીતલબેન વિક્રમભાઈ સાસડા (ઉં.વ.30)

કરસનભાઇ દાનાભાઈ સાસડા (ઉં.વ.40)

રિદ્ધિ વિક્રમભાઈ સાસડા (ઉં.વ.8)

અશોકભાઈ રાજુભાઈ મકવાણા (ઉં.વ 33)

આ ઘટનાની જાણ થતા ધારાસભ્ય જયેશ રાદડિયા હોસ્પિટલની મુલાકાતે આવી પહોંચ્યા અને મૃતક અને ઇજાગ્રસ્તના પરિવારોને તમામ પ્રકારની મદદની તેમના દ્વારા ખાતરી આપ્વામના આવી હતી. જ્યારે સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, પાલિકાની બેદરકારીના લીધે નિર્દોષ લોકોના મોત નીપજ્યા છે. પાલિકાની પાણીની ટાંકીમાંથી પાણી આવતું હવાના લીધે અનેક મકાન ધરાશાયી થયા હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.