ધોધમાર વરસાદને પગલે જૂનાગઢમાં જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ
મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા જુનાગઢ જિલ્લાના અનેક તાલુકામાં સતત બે દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ધોધમાર વરસાદથી આખુ સૌરાષ્ટ્ર બેટમાં સર્જાયું છે. 12 ઈંચ જેટલો વરસાદ ગત રોજ માંગરોળ પંથકમાં નોંધાયો હતો. જે બાદ માંગરોળ પંથકમાં ગત રોજ મોડી રાત્રીના સમયે ફરીથી ધોધમાર વરસાદ પડવા લાગ્યો હતો. જેના કારણે માંગરોળ પંથકમાં જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.
ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ જિલ્લાના માંગરોળનાં ઘેડ પંથકમાં સતત બે દિવસથી વરસાદ પડવાના કારણે ફરી એકવાર અહીં જળ પ્રલયની પરિસ્થિતિ સર્જાઈ છે અને ઘેડ પંથકમાં વસવાટ કરતા લોકોનાં ઘરોમાં કમરસમાં પાણી ભરાઇ ગયા છે જેથી હાલ માંગરોળ પંથકમાં ખેડુતો સહિત તમામ લોકોની પરિસ્થિતિ અત્યંત દયનીય બની ચુકી છે. ઘેડ પંથકમાં તો એટલુ બધું પાણી ભરાયું છે કે લોકોના આખે આખા મકાનો ડૂબી ગયા છે. મકાનો ડુબી રહ્યાં છે તેવા જેના કારણે અનેક લોકો બીજાના ઘરે આશરો લેવા માટે મજબૂર બન્યા છે.
તમને જણાવી દઈએ કે, જુનાગઢ જિલ્લામાં સતત બે દિવાથી પદો રહેલા ધોધમાર વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ગત રોજ મોડી રાત્રિથી સતત ધોધમાએ વરસાદ પડવાના કારણે કેશોદ ખાતે આવેલ આંબાવાડી વિસ્તાર અમે જલારામ મંદિરમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. કેશોદ પંથકમાં સતત પડી રહેલા ધોધમાર વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. આમ હાલ તો ધોધમાર વરસાદને કારણે જૂનાગઢમાં જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે.