Gujarat

એક રાત દુલ્હા અને દુલ્હન રોકાયા જેલમાં પછી શુ થયું અને આટલા બધા લોકો એકસાથે ડીજે પર?

વલસાડથી દૂરના એક ફાર્મ હાઉસમાં લગન રાખવામાં આવ્યા હતા. જ્યારે લગ્નની બધી વિધિ પૂરી થઈ અને લગ્ન સંપન્ન થયા પછી દુલ્હા અને દુલ્હન પોતાના સંબંધીઓ અને પરિવાર સાથે ઘરે પરત જવા માટે નીકળી ગયા હતા. તે પોતાના પરિવાર સાથે ઘરે જઈ રહ્યા હતા એ દરમિયાન પોલીસ તેમને પકડે છે. એક રિપોર્ટ પ્રમાણે રસ્તામાં પોલીસ ચેકિંગ માટે તેમને રોકે છે અને કોરોના ગાઈડલાઇન પાલન ના કારવાને લીધે દુલ્હા દુલ્હન સહિત પરિવાર વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવે છે અને તેના લીધે પરિવારના લોકો અને ત્યાંનાં સ્થાનીય લોકો ખૂબ રોષે ભરાયા હતા.

આ સાથે જ પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, હાલમાં લગ્નના સરઘસ અને નવપરિણીત યુગલને મંગળવારે સવારે જ પોલીસ સ્ટેશનમાંથી જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. પોલીસનો આરોપ છે કે જ્યારે આ લોકોને રોકવામાં આવ્યા ત્યારે વરરાજા પોલીસ સાથે ગેરવર્તન કરી રહ્યો હતો. તેના પર વરરાજાનું કહેવું છે કે તેઓ કોઈ કારણસર મોડા પડ્યા હતા. આ દરમિયાન પરિવારજનોએ પોલીસકર્મીઓને વર-કન્યાને જવા દેવા માટે ઘણી આજીજી કરી હતી.

પરિવારના સભ્યોએ કહ્યું- કર્ફ્યુનું ઉલ્લંઘન કરવા બદલ અમારી સામે કાર્યવાહી કરો અને વર-કન્યાને જવા દો પરંતુ પોલીસે બંનેમાંથી એકને પણ ન લીધા અને અમારી સાથે ગેરવર્તન કર્યું અને અમને પોલીસ સ્ટેશન લઈ ગયા.તમને જણાવી દઈએ કે હમણાં વાપી જિલ્લાનો પણ એક વિડીયો ખૂબ વાઇરલ થઈ રહ્યો હતો જેમાં ડીજેને તાલે હજારો લોકો નાચી રહ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે પણ આ લગ્ન બીજેપીની પંચાયતના ઉપાધ્યક્ષના દિયરના લગ્ન હતા. આ દરમિયાન લગ્નમાં આખું ગામ ભેગું થયું હતું અને બધા ખૂબ નાચ્યા પણ હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, ડોલવાન તહસીલ પંચાયતના ઉપપ્રમુખ સુનંદાના સાળા રાહુલ ગામીતના લગ્ન થયા હતા. આ દરમિયાન ડીજેની વ્યવસ્થા કરવામાં આવી હતી અને આ લગ્નમાં ગામના ઘણા લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ લગ્નમાં સામેલ તમામ લોકોએ ડીજેના તાલે ખૂબ નાચ્યા હતા. જો કે, આ સમય દરમિયાન કોઈએ કોરોના માર્ગદર્શિકા પર ધ્યાન આપ્યું ન હતું. હાલમાં આ કેસનો વીડિયો વાયરલ થતાં જ ડોલવણ પોલીસે ત્રણ લોકો વિરુદ્ધ FIR નોંધી છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે