India

સ્ટેજ પર ચાલી રહી હતી વરમાળાની વિધિ પછી દુલ્હનને આવે છે ગુસ્સો, ત્યાં હાજર દરેક વ્યક્તિ હસી હસીને બેવડી થઈ જાય છે

હમણાં લગ્નની સિઝન ચાલી રહી છે. લગ્નની આ સિઝનમાં તમે પણ ઘણીવાર એવું ખાસ જોયું હશે જે તમે ક્યારેય નહીં ભૂલી શકો. આજકાલ તો આ રીત બની ગઈ છે કે લગ્નમાં એવું કશુંક કરવાનું કે જેથી એ લગ્ન બધાને યાદ રહે અને સોશિયલ મીડિયા પર તે લગ્ન વાઇરલ થાય.બસ, આવું આજથી નથી થઈ રહ્યું, લગ્ન જેવી બાબતોમાં દરેક વ્યક્તિ હંમેશા પોતાની જાતને બીજા કરતા સાવ અલગ બનાવવાનો પ્રયત્ન કરતો રહ્યો છે. આજકાલ લોકોના આ કારનામાને આખી દુનિયામાં વાયરલ કરવાનું કામ આ સોશિયલ મીડિયાએ કર્યું છે.

સોશિયલ મીડિયા પર તમે પણ એવા ઘણા વિડીયો જોયા હશે જય લગ્નનું વાતાવરણ હોય એવામાં કશુંક એવું બને કે તમે તમારા હસવા પર કાબૂ રાખી શકો નહીં. એવું જ થયું છે આ લગ્નના વિડીઓમાં. આ વિડીયોમાં પણ લગ્નનો સીન છે. પણ આ સીન એવો છે કે તેને જોઈને તમે હસી હસીને થકી જશો.આ વીડિયોમાં તમને જણાવી દઈએ કે વીડિયોમાં વર-કન્યા સ્ટેજ પર વરમાળા ની વિધિ કરી રહ્યા છે.

પરંતુ દુલ્હનની ગુસ્સાવાળી સ્ટાઈલ જોઈને અહીં હાજર મહેમાનો પણ પોતાનું હાસ્ય રોકી શકતા નથી. આ વિડિયોમાં વરરાજા સ્ટેજ પર કન્યા સાથે હાર પહેરાવવાની વિધિ પૂર્ણ કરે છે. જોકે આ દરમિયાન દુલ્હન પહેલેથી જ ગુસ્સામાં દેખાઈ રહી છે.વરમાળા પછી જ્યારે વરરાજા દુલ્હનનું મોઢું મીઠું કરાવવા પ્રયત્ન કરે છે તો દુલ્હનનો બધો ગુસ્સો વરરાજા પર જ નીકળી જાય છે. વિડીયોમાં વરરાજા દુલ્હનને મીઠાઇ ખવડાવવા પ્રયત્ન કરી રહ્યો છે, પણ દુલ્હન ગુસ્સામાં મીઠાઇ ખાતી નથી અને તેને ઉઠાવીને બહાર ફેંકી દે છે.

ગુસ્સામાં બધાની સામે દુલ્હનનું આવું રૂપ જોઈને પહેલા તો વરરાજા અને તેના પરિવારના સભ્યો આશ્ચર્યચકિત થઈ જાય છે. પરંતુ બાદમાં દુલ્હનની આ સ્ટાઈલથી વર પણ ગુસ્સે થઈ જાય છે, ત્યારબાદ દુલ્હન પોતાનો ગુસ્સો છોડીને વરને મનાવવા લાગે છે. વરને સમજાવવા માટે, કન્યા વરને પોતાના હાથથી પાણી પીવડાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ વરરાજા સ્પષ્ટપણે પાણી પીવાનો ઇનકાર કરે છે. આવી સ્થિતિમાં દુલ્હન ફરી એકવાર ગુસ્સે થઈ જાય છે અને ગુસ્સામાં પાણીનો ગ્લાસ પણ બહાર ફેંકી દે છે.દુલ્હનના ગુસ્સાનું આ સ્વરૂપ જોઈને ત્યાં હાજર મહેમાનો પણ હસી પડ્યા. લોકો આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ કરી રહ્યા છે. તેમજ આ જોઈને તે ખૂબ હસી રહ્યો છે.