GandhinagarGujarat

ગાંધીનગરમાં ડમ્પર અને લોડીંગ રિક્ષાનો સર્જાયો ગમખ્વાર અકસ્માત, જમાઈની નજર સામે સસરાનું કરુણ મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત ગાંધીનગરથી સામે આવ્યો છે.

ગાંધીનગરના પ્રાંતિયા બ્રીજ ઉપર ડમ્પર અને રિક્ષાનો ભયંકર અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી ચેલ. પ્રાંતિયા બ્રીજ ઉપર ડમ્પરના ચાલક દ્વારા રિક્ષાને ટક્કર મારવામાં આવતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ગંભીર ઈજા થવાના લીધે જમાઈનું નજર સામે સસરાનું ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાતે તેમનું કરુણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ મામલામાં ડભોડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, અમદાવાદના નારોલના વિસ્તારના અમરાઈવાડી હનુમાનનગર વિભાગ-1 માં રહેનાર અને મૂળ વિજાપુર વતની કિશન વિનોદભાઇ વાઘેલાની ફર્નીચર વુડન ટ્રેડર્સ નામની દુકાન  નારોલમાં આવેલ છે. તે આ દુકાનમાં ફર્નીચરનો ધંધો કરી પરીવારનનું ભરણપોષણ કરે છે. તેની સાથે તેમના સસરા શંકરભાઇ પણ આ દુકાન તેમની સાથે ચલાવતા હતા.

એવામાં ગઈ કાલના રોજ શુક્રવારના કિશન તેના મિત્રની લોડીંગ રીક્ષામાં લાકડાનો બેડ અને હાથલારી રીક્ષામાં ભરી ઇડરમાં આવેલ સગાને ત્યાં આપવા માટે સસરા શંકરભાઇ નેનાભાઇ કંઠોડીયા સાથે સવારના સમયે નીકળેલા હતા. તે સમયે પ્રાંતિયા બ્રીજ ઉપર રીક્ષા લઈને પસાર થતા સમયે ફૂલ ઝડપે આવી રહેલા ડમ્પરનાં ચાલક દ્વારા રિક્ષાને ટક્કર મારવામાં આવતા અકસ્માત સર્જાયો હતો.

તેના લીધે સામાન ભરેલી રીક્ષા પલટી ખાઈ જતા કિશનને માથાના પાછળના ભાગમાં ઈજા પહોંચી હતી. જ્યારે તેમના સસરા શંકરભાઈના માથાના ભાગે અને શરીરની અન્ય ભાગો પર ગંભીર ઈજા પહોંચી હતી. ત્યાર બાદ બંને ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સારવા માટે લઇ જવામાં આવ્યા હતા.

ત્યાં કિશનને પ્રાથમિક સારવાર અપાઈ હતી. જ્યારે તેના સસરા શંકરભાઇની ટૂંકી સારવાર દરમિયાન ફરજ પર રહેલા તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને કિશન દ્વારા તેના સાસુ હંસાબેનને જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ ડભોડા પોલીસ દ્વારા ગુનો દાખલ કરી લાશનું પોસ્ટમોર્ટમ કરીને કિશનને શંકરભાઈની લાશ સોંપી દેવામાં આવી હતી.`