Story

એક સાચી પ્રેમ કથા, દરેક નવા પ્રેમીને આવું લગભગ થતું જ હોય છે,જાણો સુ શીખવા જેવું છે આ સ્ટોરીમાંથી,

આ સ્ટોરી સાચી ઘટના જ છે જેમાં ખાલી છોકરા અને છોકરીના નામ બદલવામાં આવ્યા છે બાકી આખી સ્ટોરી એકદમ સાચી જ છે.આ સ્ટોરીમાં એવા મુદ્દાઓને ખાસ લેવામાં આવ્યા છે જે દરેક નવા પ્રેમીના જીવનમાં લગભગ બનતા જ હોય છે.

બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ નું એક કપલ છે જેમાં છોકરાનું નામ રાજવીર અને છોકરીનું નામ હેતવી છે એમાં રાજવીરને એક ખાસ મિત્ર છે જેનું નામ છે રવિ અને હેતવીને ખાસ બહેનપણી છે જેનું નામ છે મિતવા અહી આખી વાત રવિ અને મિતવાની જ કરવાના છીએ. રવિ અને મિતવા એ ક્યારેય જીવનમાં કોઈની સાથે પ્રેમ કર્યો નથી.

રાજવીર અને હેતવી એકબીજાને ખુબ જ પ્રેમ કરતા હોય છે બંને નોકરી કરતા હોય છે પણ સમય કાઢીને અમદાવાદમાં જ ગણી વાર એકબીજાને મળતા હોય છે. એકવાર એવું બન્યું કે હેતવીની ફ્રેન્ડ મિતવા હેતવી જોડે હતી અને હેતવીને રાજવીર રોજે મુલાકાત કરવાનું નક્કી થયું ત્યાં હેત્વીએ અગાઉ રાજવીરને કહ્યું મારી ફ્રેન્ડ મિતવા મારી જોડે છે હું મળવા આવું છે તો રાજવીરે કહ્યું તો પાછી હું મારા મિત્ર રવિને જોડે લેતો આવું છું આપડે રીવરફ્રન્ટ બેસશું અને રવિ અને મિતવા એકબીજા જોડે વાત કરશે ફ્રેન્ડ બનશે.

હેતવી રવિને પહેલાથી થોડું થોડું ઓર્ખતી હતી એટલે હેત્વીએ કહ્યું વાતમાં દમ છે તો હું રીવરફ્રન્ટ આવું છું મીત્વાને લઈને આપડે ચારેય ત્યાં બેસશું અને રવિ અને મીત્વાનું પણ ગોઠવી દઈએ એમણે ક્યારેય કોઈ જોડે પ્રેમ કર્યો નથી પણ આપડે સપોર્ટ કરશું તો એમને પણ મજા આવશે એકબીજા ને ઓર્ખતા થશે પછી આગળનું વિચારશે હાલ એમને ફ્રેન્ડ તો બનાવીએ.

રાજવીર અને હેતવીના સપોર્ટથી રવિ અને મિતવા એકબીજા જોડે હાઈ-હેલ્લો કરતા થયા સવાર સાંજ થોડી-થોડી વાર વાત કરતા થયા. રવિને ભણવાનું પૂરું થઇ ગયું હતું તો એ એમ જ ઘરે બેઠો હતો માતા-પિતાને ઘરે મદદ કરતો.

રવી અને મીત્વાની વાતો વધતી થઇ એકબીજાની નજીક આવવા લાગ્યા ત્યાં સુધી ફક્ત એ સારા મિત્રો જ હતા પછી ધીરે ધીરે એકબીજાને પસંદ કરવા લાગ્યા અને દોસ્તી પ્રેમ માં પરિણમી. હવે બંને ને એકબીજા વગર ચાલે જ નહિ એવું જ કંઈક થયું. થાય જ કે કેમકે આ એમનો બંનેનો પહેલો પ્રેમ છે. એ બંને ને એકબીજા વગર ચાલતુ જ નથી એકબીજાથી થોડા દુર રહે છે તો પણ અઠવાડિયામાં બે-ત્રણ વાર મુલાકાત હોય જ.

પછી તો આ સ્ટોરી આગળ વધતી જાય છે પ્રેમ એટલો બધો ગાઢ થતો જાય છે કે જો બંનેમાંથી કોઈ પણ થોડીવાર માટે પણ ઓફલાઈન થાય તોય ચેન ના પડે બંનેને ચિંતા થવા લાગી કે આ મને છોડી તો નહિ દેને? પછી સમય જતા રવિને નોકરી મળી ગઈ રવિને નોકરી એવી હતી આખો દિવસ કામ હોય એટલે એ આખો દિવસ ફોન પર મિતવા જોડે વાત ના કરી શકે અને કંપનીના કામે ફોને ચાલુ હોય whatsapp પર ઓનલાઈન વારે ઘડીએ થયા કરવું પડતું હોય કંપનીના કામે તો પછી મીત્વાને ખોટી શંકા ગઈ.

મીત્વાને થયું આ મને ભૂલવા મંડયો છે ફોન પર બીઝી આવે છે whatsapp પર ઓનલાઈન હોય છે પણ મેસેજ નથી કરતો. પછી મીત્વાએ રવિને શંકાની નજર થી જોતા એકવાર ફોન કર્યો તું મને ફોન કેમ ની કરતો આખો દિવસ ઓનલાઈન હોય છે મેસેજ કેમ ની કરતો ફોન કેમ બીઝી આવે છે વગેરે વગેરે, રવિ હંમેશા કહેતો યાર મારે કંપનીના કામે વ્યસ્ત હોવું પડે છે. પછી તો રવિની નોકરીના કરને મળવાનું તો ઠીક પણ વાતો પણ ઓછી થવા લાગી અને મિતવા તરફથી રવિવિષે ખોટી શંકા-કુશંકાઓએ જન્મ લીધો.

હેતવીના રવિની લાગણીને ના સમજવાની ભૂલ ના કરને બંને વચ્ચે ઝગડો વધતો ગયો અને છેવટે બંને એકબીજાને ભૂલવા પ્રયત્નો કરવા લાગ્યા પણ પહેલો પ્રેમ હતો એમનેમ કઈ થોડો ભૂલાય? બંનેની ગેરસમજના કારણે આ સુંદર પ્રેમ કહાનીનો અંત આવ્યો અને એકબીજાને ભૂલી ગયા.

આ વાતમાંથી શીખવાનું શું ? તો અમે તમને જણાવીએ કે,
દોસ્તીમાં તમે ખુશ રહેતા હોય તો પ્રેમ કરવાની ભૂલ ક્યારેય ના કરતા કેમ કે દોસ્તીમાં આનંદ,ફ્રી મગજથી એકબીજા વચ્ચે ગમે તે શેર કરી શકો છો પણ જ્યારે દોસ્તી પ્રેમ માં પરીણમે ત્યારે બંનેને એકબીજા વગર ચાલતું નથી શંકા-કુશંકાઓ જન્મ લેતી હોય છે, દોસ્તી જેવી મજા પ્રેમ માં રહેતી નથી, શારીરિક સુખ સિવાય દરેક ખુશી તમને દોસ્તીમાં મળતી હોય છે પ્રેમ કરી એને તમે ખોવાની ભૂલ ક્યારેય ના કરતા.

જેટલા લોકોને પ્રેમ થાય છે એમાં પ્રેમમાં પીડા અને આંસુઓ જ હોય છે. હા આનંદ અને મજા હોય છે પણ એ માર્યાદિત સમય માટે જ હોય છે, મોટા ભાગના લોકોનો પ્રેમ મુકામ સુધી ક્યારેય પહોચતો જ નથી એમને અધવચે છુટા પડવાનું હોય જ છે, એટલે દોસ્તો સારી દોસ્તીને પ્રેમમાં ફેરવી તમે એકબીજાથી દુર ના થશો, પ્રેમમાં આંસુ સિવાય કઈ નથી.

અને જે લોકો પોતાના જન્મદાતા અને પાલક માતા પિતા કે જેમણે આટલા વર્ષો થી ઉછેળી મોટા કર્યા અને બધી જરૂરિયાતો પૂરી કરી એમને છોડીને તમારી સાથે ભાગવા તૈયાર હોય તો આખું જીવન તમારી સાથે વફાદારીથી પસાર કરશે એ તમે કઈ રીતે વિચારી શકો? માટે પ્રેમ કરી ખોટા સબંધો અને સમય ના બગાડો પ્રેમ એવા લોકો સાથે કરો જે તમને સમજી શકે તમને દરેક તબક્કે તમારી સાથે ઉભા રહે ટાઈમપાસ કરે એમની સાથે નહી.