એસિડિટી-પથરી અને સૂકા હરસ મટાડવા માટે આ વનસ્પતિ ખૂબ જ કામની, આ માહિતીથી તમે પણ અજાણ હશો,
નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવી દિવ્ય વનસ્પતિ વિશે જાણીશું, જે અંગે તમે કદાચ અજાણ હશો, આ વનસ્પતિ ખૂબ જાણીતી છે.ખાસ કરીને સૂકા હરસ ઉપર અદ્ભુત કામ કરે છે,સાથે-સાથે પથરી મટાડવા માટે પણ આ વનસ્પતિ ખૂબ જ ઉપયોગી છે.ગુજરાતી ભાષામાં આ વનસ્પતિનું નામ મૂળો છે,આ વનસ્પતિ વિશે દરેક લોકો જાણે છે,ચાલો તેના ઉપુયોગો જાણીએ.
આયુર્વેદ મુજબ જણાવીએ તો તમારે ભાદરવા મહિનામાં મૂળો ક્યારેય ન ખાવો જોઈએ.બીજું કે મૂળો રાત્રે ક્યારેય ન ખાઓ, મૂળા સાથે ક્યારેય દૂધ ન ખાઓ.આ બાબતની તમને જાણ હોવી જોઈએ.માગશર મહિનામાં જે લોકો સૌથી વધુ મૂળા ખાય છે તે લોકોને પેશાબના તમામ રોગો નાબૂદ થાય છે.
આર્યભિષેક નામના ગ્રંથ પ્રમાણે જે લોકોને એસિડિટી થાય ત્યારે તેઓએ મૂળા સાથે થોડી સાકર ખાવી,આ બંને વસ્તુ સાથે ખાશો તો એસિડિટીમાં તરત જ રાહત મળશે.બીજું કે જે લોકોને પથરીની સમસ્યા હોય તેઓએ સૌથી પહેલા મૂળના પાંદડાનો ૪૦ ml રસ બનાવો,ત્યારબાદ એની અંદર ચપટી સૂરોખાર ઉમેરો,સૂરોખાર તમને બજારમાં મળી રહેશે.
આ બંનેને હલાવી આ રસને ભૂખ્યા પેટે સવારે નરણા કોઠે પી જાઓ,ખરેખર આ ઉપાય પથરીના દર્દી માટે ખૂબ જ લાભદાયક છે.સૌથી મહત્વનો પ્રયોગ જોઈએ તો આ પ્રયોગ વિશે ચરકઋષિએ જણાવેલ છે.જે લોકોને સૂકા હરસની તકલીફ હોય છે તેઓએ સૌથી પહેલા સૂકા મૂળા લેવા, ત્યારબાદ આ સૂકા મૂળાને થોડાક ગરમ કરો.
ત્યારબાદ આ મૂળાની પોટલી બનાવો, હરસના ભાગે આ પોટલીનો શેક કરો, બીજું જોઈએ તો સૂકા મૂળાને પાણીમાં નાખી ખૂબ જ ગરમ કરો, થોડાક સમય બાદ પાણીમાં રહેલ મૂળા બહાર કાઢી મિકચરમાં ક્રસ કરી જ્યુસ બનાવો, આ તૈયાર થયેલ જ્યુસ પીવામાં આવે તો તો હરસની સમસ્યાઓમાંથી છૂટકારો મળે છે.
નોંધ : જો તમારે કોઈ ડોક્ટર કે વૈદની દવા ચાલતી હોય તો યોગ્ય સલાહ પછી જ આ ઉપાય અપનાવો,અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.