GujaratAhmedabad

ગુજરાતનો યુવક અમેરિકા પહોંચે તે પહેલા જ….

ગુજરાતીઓ માટે અમેરિકા જવું એક મોટો ક્રેઝ રહેલો છે. અમેરિકા જવા માટે ગુજરાતીઓ કંઈપણ કરવા માટે તૈયાર રહેતા હોય છે. તેના માટે કરોડો રૂપિયા લોકો આપવા માટે તૈયાર થઈ જતા હોય છે. જ્યારે આજે એવા જ એક સમાચાર સામે આવ્યા છે. જેમ પલીયડ નો પાટીદાર યુવક અમેરિકા જઈ રહ્યો હતો અને પરંતુ તે અમેરિકા પહોંચે તે પહેલા જ તુર્કીમાં ઝડપાઈ ગયો છે.  ખોટા વિઝા પર તુર્કી પહોંચેલા યુવકની એજન્ટ દ્વારા કોઈ વ્યવસ્થા કરાઈ તે તુર્કીની સ્થાનિક એજન્સી દ્વારા તેને પકડી પાડવામાં આવ્યો હતો. પ્રિત પટેલ નામના યુવક સામે વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.

સુત્રો મુજબ, પલિયડ ગામના પ્રિત પટેલ નામના યુવકને ઈસ્તાંબુલ એરપોર્ટ પર એજન્ટનો માણસ મળ્યો નહોતો. જેના દ્વારા યુવકને મેક્સિકો મોકલવાનો હતો પરંતુ તે પહેલા જ તે તુર્કી એરપોર્ટ પર તૈનાત સિક્યોરિટીના હાથમાં આવી જતાં તેને ત્યાંથી જ તાત્કાલિક ડિપોર્ટ કરી દેવાયો હતો.

દિલ્હી પોલીસ દ્વારા આ વાતની જાણકારી જણાવ્યું છે કે, પ્રિત પટેલ નામના યુવકને તુર્કીથી ડિપોર્ટ કરવામાં આવ્યો હતો અને તે જે ફ્લાઈટમાં તે દિલ્હી પરત આવી ગયો હતો. ફ્લાઈટ લેન્ડ થતા જ પ્રીતને ઈમિગ્રેશનના અધિકારીઓને સોંપી દેવામાં આવ્યો છે. પ્રિત ખોટા વિઝા પર તુર્કી ગયો હોવાના લીધે તેને ત્યાં એન્ટ્રી આપવામાં આવી નહોતી અને એજન્ટ કોઈ બીજી વ્યવસ્થા કરે તે પહેલા જ પકડાઈ ગયો હતો. પ્રિતને જે પાસપોર્ટ આપવામાં આવ્યો હતો તેના પર કલોલના એક એજન્ટ દ્વારા તુર્કીના ફેક વિઝા સ્ટેમ્પ લગાવી આપવામાં આવ્યા હતા.

એજન્ટના પ્લાન મુજબ, પ્રિત ઈસ્તાંબુલ એરપોર્ટ લેન્ડ થાય ત્યારે ત્યાંથી એજન્ટનો એક માણસ તેને લેવા માટે આવવાનો હતો અને તેને એરપોર્ટની બાહર કાઢીને આગળની વ્યવસ્થા કરવાની તેની જવાબદારી રહેલી હતી તેમ છતાં પ્રિતનું કામ જેણે હાથમાં લીધું હતું તે ગાંધીનગરનો એજન્ટ આ વ્યવસ્થા કરી શક્યો નહોતો અને તે તુર્કી પોલીસ હાથે આવી ગયો હતો. દિલ્હી પોલીસ દ્વારા પ્રિત સામે ઠગાઈ તેમજ બનાવટી દસ્તાવેજ ઉભા કરવાના ગુના હેઠળ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.