દર વખતે હોટલમાં ભોજન ખાધા બાદ આ વ્યક્તિને આવતો હતો હાર્ટ એટેક, કારણ જાણીને ચોંકી જશો
સ્પેનમાં 50 વર્ષના એક વ્યક્તિએ રેસ્ટોરન્ટમાં જમ્યા પછી બિલ ચૂકવવાનું ટાળવા માટે એક વિચિત્ર બહાનું કાઢ્યું. આ વ્યક્તિએ રેસ્ટોરન્ટમાં જમ્યા પછી હાર્ટ એટેકનું નાટક કર્યું જેથી તેણે બિલ ચૂકવવું ન પડે. આમ કરીને તે બિલ ચૂકવ્યા વગર મફતનું ભોજન લેતો હતો.
20 રેસ્ટોરન્ટમાં જમ્યા પછી હાર્ટ એટેક આવવાના બહાના:
લગભગ 20 રેસ્ટોરાંમાં જમ્યા પછી બિલ ચૂકવવાનું ટાળવા માટે તેણે આવું કર્યું. પરંતુ તેના હાર્ટ એટેકનું નાટક લાંબું ટકી શક્યું નહીં અને આરોપીની ધરપકડ કરવામાં આવી. ખાસ વાત એ છે કે બ્લાન્કા વિસ્તારની રેસ્ટોરાંમાં ચેતવણી તરીકે તે વ્યક્તિની તસવીર પણ ફરતી કરવામાં આવી છે.
આ પણ વાંચો: યુવાનોમાં વધી રહી છે આ ખતરનાક બીમારી, આ 5 વસ્તુઓ ખાવાથી દૂર રહેશે બીમારી
આ પણ વાંચો: વાઘ બકરી ચા કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ પરાગ દેસાઈનું નિધન, રખડતાં કૂતરાઓએ કર્યો હતો હુમલો
આ વ્યક્તિએ 20થી વધુ રેસ્ટોરન્ટમાં ભોજન કર્યા બાદ એક સરખો હાર્ટ એટેક આવ્યો હોવાનું બહાનું કાઢીને છેતરપિંડી આચરી હતી. જોકે તે ગયા મહિને પકડાયો હતો. જ્યારે તે $37 બિલ ચૂકવવાનું ટાળવાના પ્રયાસમાં બહાનું બનાવી રહ્યો હતો.
તેની ‘મોડસ ઓપરેન્ડી’ એકદમ સરળ હતી. તે રેસ્ટોરાંમાં ખાણી-પીણીનો ઓર્ડર આપતો અને જમ્યા પછી જ્યારે તેને બિલ બતાવવામાં આવતું ત્યારે તે છાતી પકડીને બેભાન થઈને જમીન પર પડીને હાર્ટ એટેક આવવાનો ડોળ કરતો. એક દિવસ એક રેસ્ટોરન્ટના માલિકે તેને બહાનું બનાવીને પકડી લીધો અને પોલીસને બોલાવી.
આ પણ વાંચો: ગુજરાતમાં 24 કલાકમાં ગરબા રમતા 10 લોકોના મોત, જાણો ડોક્ટરોએ શું કહ્યું
હાર્ટ એટેકનો ડ્રામા શરૂ થતાં એમ્બ્યુલન્સને બદલે પોલીસ આવી:
વ્યક્તિએ એમ્બ્યુલન્સ બોલાવવાનું કહ્યું પણ પોલીસની કાર આવી. આરોપીના નાટકનો પર્દાફાશ થતાં પોલીસે તેની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો: ઓછી ઊંચાઈના કારણે છોકરીએ રિજેક્ટ કરી દીધો તો યુવકે 66 લાખ ખર્ચીને 7 ઈંચ ઊંચાઈ વધારી