Ajab Gajab

એવી કઈ અટક છે જે ગુજરાતીમાં લખીએ તો બે અક્ષર થાય અને અંગ્રેજીમાં લખીએ તો નવ અક્ષર થાય,

નમસ્કાર મિત્રો,આજે આપણે અવનવા મજેદાર ઉખાણા વાંચીશુ.1. બે માથા અને બે પગ, જાણે એને આખું જગ, જે કોઈ આવે એની વચ્ચે, કપાઈ જાય એની કચકચમાં, જવાબ : કાતર  2. વડ જેવા પાનને, શેરડી જેવી પેરી, મોગરા જેવા ફૂલને આંબા જેવી કેરી, જવાબ : આંકડો

3. દાદા છે પણ દાદી નથી, ભાઈ છે પણ ભાભી નથી, નવરો છે પણ નવરી નથી, રોજી છે પણ રોટી નથી !
જવાબ : દાદાભાઈ નવરોજી

4. ભેંસ વિયાણી પાડો પેટમાં, દૂધ દરબારમાં જાય, ચતુર હોય તો સમજી લ્યો, મૂરખ ગોથા ખાય,
જવાબ : કેરી

5. પીળા પીળા પદમસી ને પેટમાં રાખે રસ, થોડા ટીપા વધુ પડે તો, દાંતનો કાઢે કસ,
જવાબ : લીંબુ

6.રાતા રાતા રતનજી, પેટમાં રાખે પાણા, વળી ગામે ગામે થાય, એને ખાઈ રંક ને રાણા !
જવાબ : બોર

7. એવી કઈ અટક છે જે ગુજરાતીમાં લખીએ તો બે અક્ષર થાય પરંતુ તેને અંગ્રેજીમાં લખીએ તો નવ અક્ષર થાય,
જવાબ : છુંછા ( chhunchha )

8. જો તમે પાંચમાંથી ત્રણ સફરજની લઈ લો તો તમારી પાસે કેટલા સફરજન રહે ?  જવાબ : ત્રણ આવા અવનવા ઉખાણા વાંચી મિત્રોને પણ જરૂર શેર કરો.