Ajab Gajab
એવું તો શું છે જે તમારી પાસે જેટલું વધારે હશે એટલું જ તમે ઓછું જોઈ શકશો, વાંચો આવા મજેદાર ઉખાણા,
નમસ્કાર મિત્રો,આજે આપણે અવનવા મજેદાર ઉખાણા વાંચીશું, ૧. ધોળા ખેતરમાં કાળા દાણા, બતાવો એવું શું છે ? જવાબ : અક્ષરો ૨. એવી કઈ વસ્તુ છે જે એકવાર ફાટી જાય પછી દુનિયાનો કોઈ વ્યક્તિ તેને સિવી શકતો નથી,જવાબ : દૂધ
૩. એવી કઈ વસ્તુ છે જે ડાબા હાથે જ પકડી શકો છો,જમણા હાથે ન પકડી શકો,
જવાબ : જમણો હાથ
૪. એવું શું છે જે તમારી પાસે જેટલું વધારે હશે એટલું જ તમે ઓછું જોઈ શકશો,
જવાબ : અંધારું
૫. એવું તો શું છે જે પીવા માટે ખરીદીએ છીએ પણ ક્યારેય પિતા નથી,
જવાબ : ગ્લાસ
૬. એવી કઈ વસ્તુ છે જે ખરીદતી વખતે કાળી,ઉપયોગ કરતી વખતે લાલ અને ઉપયોગ કર્યા પછી સફેદ થઈ જાય છે, જવાબ : કોલસો આવા અવનવા મજેદાર ઉખાણા પસંદ આવે તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.