International

પ્લેનમાં બેશરમીની તમામ હદો વટાવી: ક્રૂ મેમ્બરે ટોયલેટનો દરવાજો ખોલ્યો તો કપલ અંદર…

દરરોજ ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર્સ દ્વારા ગેરવર્તણૂક અને હંગામોના અહેવાલો આવે છે. પરંતુ હવે એક એવી ઘટના સામે આવી છે જેણે બધાને ચોંકાવી દીધા છે. આ મામલો સ્પેનના ઇબિઝાનો છે. જ્યાં એક કપલે પ્લેનમાં બેશરમીની તમામ હદો વટાવી દીધી હતી. મળતી માહિતી મુજબ બંને પ્લેનમાં મુસાફરી કરી રહ્યા હતા. અડધી રાત્રે બંને પ્લેનના ટોયલેટમાં ગયા અને ત્યાં સંભોગ કરવા લાગ્યા થોડા સમય પછી જ્યારે ક્રૂ મેમ્બરે ટોયલેટનો દરવાજો ખોલ્યો તો તે સ્તબ્ધ થઈ ગયો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર મામલો 8 સપ્ટેમ્બરનો છે. ફ્લાઈટમાં ટોઈલેટમાં સંભોગ કરતા કપલની તસવીરો કેમેરામાં કેદ થઈ હતી. આ વાત સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે હોબાળો શરૂ થયો હતો. આ ઘટના ઈઝીજેટની ફ્લાઈટમાં જણાવવામાં આવી રહી છે. જેમાં પ્રવાસી કપલ ટોયલેટમાં સંભોગ કરતા ઝડપાયું હતું. બંને લ્યુટનથી ફિજી જઈ રહ્યા હતા.

કપલ ટોયલેટની અંદર સંભોગ કરી રહ્યું હતું ત્યારે ક્રૂ મેમ્બરે દરવાજો ખોલ્યો. તેણે તરત જ દરવાજો બંધ કરી દીધો. બધા મુસાફરો પણ શરમાઈ ગયા. તેમાંથી કેટલાકે વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. મુસાફરોનું કહેવું છે કે તેઓ જાણતા ન હતા કે કેવી રીતે પ્રતિક્રિયા આપવી. તે એકદમ શરમજનક અને આઘાતજનક હતું. આ પછી જ્યારે ક્રૂ મેમ્બર્સ સ્પેન પહોંચ્યા તો તેમણે પોલીસને ફરિયાદ કરી. બંને સામે કેસ નોંધવામાં આવ્યો છે.