South GujaratGujaratSurat

સુરતમાં હીરા ચોરીના આરોપીના પરિવારના સભ્યો એ પીધું ઝેર, સારવાર દરમિયાન ભાભીનું મૃત્યુ

રાજ્યમાં સતત આપઘાતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને અવારનવાર ઘટનાઓ સામે આવતી રહે છે. એવામાં સુરતથી આવી જ એક બાબત સામે આવી છે. સુરતમાં હીરા ઉદ્યોગમાં હાલ મંદીનો માહોલ રહેલો છે. એવામાં કારખાનામાંથી હીરા ચોરીના આરોપમાં બે આરોપી ઝડપાયા હોવાનો મામલો સામે આવ્યો હતો. તેના લીધે પરિવારના ચાર સભ્યો દ્વારા ઝેરી દવા પી લેવામાં આવી હતી. પોલીસ સ્ટેશન સામે જ ઝેરી દવા પીધા બાદ સારવાર હેઠળ છેલ્લા સાત દિવસથી રહેલી આરોપીની ભાભીનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.

તમને જણાવી દઈએ કે, મહિધરપુરા વિસ્તારમાં રહેનાર વિપુલ દશરથજી મેવાડિયા દ્વારા કંપનીમાં 65 લાખ રૂપિયાના હીરાની ઉચાપત કરવામાં આવી હતી. તેના લીધે 5 ઓગસ્ટના રોજ કંપનીમાંથી હીરાનુ એક પેકેટ તૈયાર કરવા માટે અપાયું હતું. તેની કિંમત 65 લાખ સુધીની રહેલી હતી. આ મામલામાં પોલીસ વિપુલ મેવાડિયાની ધરપકડ કરવામાં આવી હતી અને પૂછપરછમાં તેના દ્વારા કબુલવામાં આવ્યું હતું કે, પોતાની પાસેના ચોરીના હીરા દીલીપ કરશન પ્રેમજી વાઢેર અને તેના નાનાભાઈ ગૌતમ ઉર્ફે ગોવુ ઉર્ફે ગવો કરશન વાઢેરને અમુક હીરા વેંચવામાં આવ્યા હતા. મહિધરપુરા પોલીસની તપાસમાં દિલીપ વાઢેર અને ગૌતમના નામ સામે આવ્યા હતા. ત્યાર બાદ પોલીસ દ્વારા બંને ભાઈઓની ધરપકડ કરી લેવામાં આવી હતી.

ત્યાર બાદ પોલીસ દ્વારા દિલીપ અને ગૌતમના ઘરે સર્ચ કર્યા બાદ 50 જેટલા હીરા જપ્ત કરવામાં આવ્યા હતા. તેના લીધે પરિવારના સભ્યો ભયભીત થઈ ગયા અને‌ દિલીપ અને ગૌતમનો મોટો ભાઈ જેન્તી વાઢેરને પણ પોલીસ દ્વારા સ્ટેટમેન્ટ માટે પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યો હતો. તેના લીધે ‌જેન્તી અને તેની પત્ની કવિતા 21 ઓગસ્ટના રોજ બપોરના મહિધરપુરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તેઓ અગાઉથી પોતાની સાથે ઝેર દવા લઈને આવેલા હતા. પોલીસ દ્વારા કંઈપણ પૂછવામાં આવે તે પહેલા જ પોલીસ સ્ટેશન બહાર બંને દ્વારા ઝેરી દવા પી લેવામાં આવી હતી. એવામાં સાત દિવસની સારવાર બાદ પ્રેમીલાબેન ભીખુભાઈ ગોહિલનું મૃત્યુ નીપજ્યું હતું.