ગુજરાતના વિખ્યાત માઈક્રોબાયોલોજિસ્ટને મળશે પદ્મશ્રી, જાણો કોણ છે?
ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યા પર આજે એટલે આ વર્ષે આપવામાં આવનારા પદ્મ પુરસ્કારોના નામની જાહેરાત કરી દેવાઈ છે. તેમાં વિવિધ ક્ષેત્રના મહત્વના યોગદાન આપનારી હસ્તીઓના નામ સામેલ કરી દેવામાં આવ્યા છે. આ વર્ષે 33 વિભૂતિઓને પદ્મશ્રી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમાં ગુજરાતના વિખ્યાત માઈક્રોબાયોલોજિસ્ટને પદ્મશ્રી પ્રાપ્ત થશે. આ સાથે વલસાડના ડો. યેઝદી માણેકશા ઈટાલિયાને પદ્મશ્રી પ્રાપ્ત થશે. વલસાડના ડો. યેઝદી માણેકશા ઈટાલિયાને સીકલ સેલ નામની બિમારી નાથવા માટે કામગીરી બદલ એવોર્ડ અપાશે
પ્રધાનમંત્રી પહેલાથી જ વલસાડ જિલ્લાના આદિવાસીઓનો વિચાર કરતા રહેતા હતા. તેને લઈને આદિવાસીઓના હીટ માટેનો રાજ્યમનો સિકલ સેલનો પ્રથમ પ્રોજેકટ ડો. યઝદી ઇટાલિયા દ્વારા મુકવામાં આવ્યો ત્યારે પ્રતિભાશાળી નરેન્દ્ર મોદીજી આદિવાસીઓના આ પ્રોજેક્ટથી ખૂબ પ્રભાવિત પણ થયા હતા. સિકલસેલના પ્રોજેકટ માટે ઝીણવટ ભરી નાની મોટી વાતો પર ચર્ચા ઓ પણ કરવામાં આવી હતી. રાજ્યના આદિવાસી વિસ્તારોમાં સિકલસેલ એનિમિયા અને સેલસેલ ડિજિસથી બચાવવા માટે તેમની તપાસ કરવી જરૂરી રહેલી હતી.
તે કારણોસર નરેન્દ્ર મોદી અને ઇટાલીયા વચ્ચે ઘણી વખત મુલાકાતો પણ થતી હતી. દરેક વખતે સિકલ સેલમાં આદિવાસીઓને બચાવવા માટે હજુ કેટલી કામગીરી કરવી જરૂરી છે. તેની સાથે ઝીણવટ ભરી વાતો તે પૂછતા પણ રહેતા. રાજ્યના આદિવાસી લોકોને સિકલ સેલથી બચાવવા આદિવાસી વિસ્તરોમાં સિકલસેલ માટે મોટી સંખ્યામાં એકસાથે ચકાસણી કરાઈ હતી. ગરીબ કલ્યાણ યોજના વખતે દરેક જગ્યાએ સિલક સેલની જાગૃતિના સ્ટોલ લગાવતા અને મુલાકાત દરમિયાન સિકલસેલ દર્દીઓ માટે હજુ કેટલું સારું કામ થઈ શકે તે માટે જાણકારી પ્રાપ્ત કરતા હતા.
એવામાં નરેન્દ્ર મોદીજી PM બન્યા બાદ સિકલસેક પ્રોજેકટને વધુ વેગ આપીને કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગના પ્રોજેકટ તરીકે સામેલ પણ કરવામાં આવ્યું છે. આદિવાસી વિસ્તારમાં રહેનાર સિકલસેલ ડિજિસ અને સિકલસેલ દર્દીઓને વિનામૂલ્યે દવા અપાઈ રહી છે. વલસાડમાં રાજ્ય કક્ષાની 26 મી જાન્યુઆરીના ઉજવણીના એક કાર્યક્રમમાં વલસાડ રત્ન તરીકે નરેન્દ્ર મોદીજીના હસ્તે એવોર્ડ અપાયો હતો. ત્યારે નરેન્દ્ર મોદીજી દ્વારા ડો યઝદી સાથે વાત કરતા જણાવવામાં આવ્યું હતું કે, હજુ પણ આદિવાસી વિસ્તારના વિકાસ માટે આપણે ઘણા કામો કરવાના છે.
ઉલ્લેખનીય છે કે, પદ્મ પુરસ્કાર ભારતનો સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન બાદ સૌથી મહત્વનું સન્માન રહેલ છે. જેણે ત્રણ શ્રેણીમાં પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી તરીકે અપાઈ છે. પદ્મ સન્માનની શરુઆત 1954 માં ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી. વર્ષ 1955 માં તેને પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ નામ અપાયું હતું. ત્યારથી આ સિલસિલો ચાલી રહ્યો છે.