South GujaratGujaratValsad

વલસાડમાં સસરા અને સાળાએ મળીને જમાઈની ગળું દબાવી કરી હત્યા, જાણો શું છે સમગ્ર મામલો?

વલસાડ જિલ્લાના પારડી ગામથી હત્યાનો મામલો સામે આવ્યો છે. વલસાડ જિલ્લાના પારડીના ગોયમા ગામમાં સસરા અને સાળા એ મળીને જમાઈનું ગળુ દબાવી હત્યા કરી નાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આરોપી સસરા દ્વારા પુત્રની મદદથી પરિવારની ગેરહાજરીમાં નિંદ્રામાં સુઈ રહેલા જમાઈ નું ગળું દબાવી જમાઈ એ આત્મહત્યા કરી હોવાનું કાવતરું રચ્યું હતું. તેમ છતાં પીએમ રિપોર્ટમાં ગળું દબાવવા થી મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરી બે પૈકી સસરાની ધરપકડ કરી લેવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, પારડીના ગોયમા ગામના કેળપાડા રહેનાર વિનોદભાઈ ગુલાબભાઈ પટેલ ગત ૨૮ તારીખના રોજ સુખાલા ગામમાં રહેનાર દીકરીને ત્યાં લગ્ન પ્રસંગનો કાર્યક્રમમાં હોવાના લીધે પત્ની, પુત્રી અને પૌત્રીને મોટર સાયકલ પર મુકીને ઘરે પરત આવી ગયા હતા. વિનોદ પટેલ દ્વારા જમાઈ રિતેશ મહેશભાઈ પટેલ દ્વારા ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું પરિવારજનોને જણાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ જમાઈ રિતેશને નાનાપોંઢા સરકારી હોસ્પિટલમાં લઈ જતા મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

પોલીસ દ્વારા ત્યાર બાદ રિતેશ પટેલ ના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી. એવામાં પીએમ રિપોર્ટમાં સામે આવ્યું કે, રિતેશ પટેલનું ગળુ દબાવવા થી મૃત્યુ થયું હતું. ત્યાર બાદ રિતેશ ની હત્યા કરી કેસને આપઘાતમાં ફેરવવાનો પ્રયાસ કરાયો હોવાનું દેખાતા પોલીસ દ્વારા મૃતક ના સસરા વિનોદ પટેલ સહિત પરિવારજનોના નિવેદનો લેવામાં આવ્યા હતા. એવામાં પૂછપરછમાં વિનોદ પટેલ દ્વારા સગીરવયના પુત્રની મદદથી જમાઈ રિતેશ નું ગળુ દબાવી હત્યા કર્યાની કબૂલાત કરવામાં આવી હતી.

આ ઘટનામાં વધુ સામે આવ્યું છે કે, ૨૬ તારીખના રોજ નશાધુત જમાઈ રિતેશ ઘરે આવ્યા બાદ ‘તારી દીકરીને હું મારા ઘરે લઇ જવાનો છું’ તેમ કહીને ઝધડો કર્યો હતો. એવામાં સસરા દ્વારા સમજાવવામાં આવ્યો હોવા છતાં જમાઈ માન્યો નહોતો. તેના લીધે સસરા દ્વારા જમાઈની હત્યાનું કાવતરું ઘડી નાખ્યું હતું. એવામાં રવિવારના પત્ની સહિત પરિવારના સભ્યોને બાઈક પર સુખાલા અન્ય પુત્રીને ત્યાં મુકી ઘરે આવ્યા બાદ સુઈ રહેલા જમાઈનું ઓઢણી વડે ગળુ દબાવીને મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો. આ મામલામાં પારડી પોલીસ દ્વારા આ કેસમાં સસરા અને સાળા વિરૂદ્ધ ગુના દાખલ કરીને સસરાની પર ધરપકડ કરવામાં આવી છે.