બાપે દીકરાનું ઢીમ ઢાળી દીધુંઃ હત્યાનું રહસ્ય અકબંધ
રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ગુનેગારોને જાણે કોઈનો ભયના હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે. જ્યારે આજે વલસાડથી એવી જ એક ઘટના સામે આવી છે. જેમાં પિતા દ્વારા પોતાના જ દીકરા ની હત્યા કરી દેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે.
વલસાડના પારડી ના રોહિણા વિસ્તારમાં પિતા પુત્ર વચ્ચે રૂપિયા નો ઝઘડો હત્યા સુધી પહોંચી ગયો હોવાનું સામે આવ્યું છે. જેમા પિતા દ્વારા કુહાડીનો ઘા ઝીંકી ને પુત્રની હત્યા કરી નાખવામાં આવી છે. જ્યારે પુત્રની હત્યા બાદ પિતાની પણ તબિયત ખરાબ તેમને સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. આ બાબતમાં પારડી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
પોલીસની પ્રથમ તપાસમાં સામે આવ્યું છે કે, પુત્ર દ્વારા પિતા પાસેથી ઘર બનાવવા માટે રૂપિયા માંગવામાં આવ્યા હતા. તે તેના પિતા દ્વારા ના પાડવામાં આવી હતી. ત્યાર બાદ મામલો વધુ ગરમાયો હતો અને અંતે હત્યા સુધી પહોંચી ગયો છે.
તમને જણાવી દઈએ કે, વલસાડના પારડી ના રોહિણામાં પિતા દ્વારા પુત્રની હત્યા કરવામાં આવી છે. ઘર બનાવવા માટે પુત્ર દ્વારા પિતા પાસેથી રૂપિયાની માંગ કરવામાં આવી હતી. પરંતુ આ બાબતમાં પિતા-પુત્ર વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. ત્યાર બાદ ગુસ્સે થયેલા પિતા દ્વારા કુહાડીના ઘા ઝીંકી પુત્રની હત્યા કરી નાખવામાં આવી હતી..
જ્યારે પુત્રની હત્યા કર્યા બાદ પિતાની પણ તબિયત ખરાબ થઈ ગઈ હતી. તેના લીધે તેમને વલસાડ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. આ સમગ્ર બાબતમાં વલસાડ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા પરિવારના સભ્યોની પૂછપરછ હાથ ધરવામાં આવી છે.