ફેબ્રુઆરીથી મે મહિના સુધી આ ફળ દરેકે ખાવું જ જોઈએ, પૈસા ન હોય તો ઉછીના લાવીને પણ આ ફળ ખાઓ,
નમસ્કાર દોસ્તો,આજે આપણે વાત કરીશું એક એવા ફળ વિશે જે ફેબ્રુઆરીથી મે મહિના સુધી લારીઓ,દુકાનમા,ઢગલે જોવા મળે છે,અને આ ફળને અષ્ટાંગ હ્રદયમાં મહર્ષિ વાગ્ભટ્ટજીએ એનું ઉપનામ ફલોત્તમા આપ્યું છે.આ ફળ દ્રાક્ષ છે.દ્રાક્ષનો પહેલો ગુણ પરમ વાજીકરણ છે,આયુર્વેદમાં વાજીકરણ એટ્લે કામ શક્તિને વધારનાર.
વાજીકરણ ઔષધીઓ વિશે આયુર્વેદમાં જે જણાવ્યુ છે,એ વાજીકરણ ઔષધ સંસારીઓ માટે છે.દ્રાક્ષ પરમ વીર્યવર્ધક છે,બીજું દ્રાક્ષ પરમ પિત્તનાશક છે,શરીરમાં ગમે તેવી બળતરા હોય તેને આ દ્રાક્ષ એકદમ શાંત કરે છે.
કબજીયાત: કબજીયાતથી પીડિત લોકો માટે દ્રાક્ષ ખૂબ જ ઉપયોગી છે, તમારાથી જેટલી ખવાય તેટલી દ્રાક્ષ ખાઈ શકો છો.જો તમે આ ચાર મહિના ભરપેટ ખાશો તો આંતરડા સાફ થઈ જશે,દ્રાક્ષ એ પરમરેચક છે.
કમળા : કમળા માટે દ્રાક્ષ એ સૌથી શ્રેષ્ઠ છે,કારણ કે તેની અંદર લોહતત્વ રહેલ છે,દ્રાક્ષ એ લોહીને વધારવાનું કામ કરે છે. ધાવણ : જે મહિલાને ધાવણ ઓછું આવતું હોય તેઓએ ધાવણ વધારવા દ્રાક્ષ ખાવી જ જોઈએ.આ ચાર મહિના તો લીલી દ્રાક્ષ ખાવી જ જોઈએ અને પછી જો લીલી દ્રાક્ષ ન મળે તો સૂકી દ્રાક્ષ પણ ખાવી જોઈએ.
બીજું કે જો તમે ઉનાળામાં ગમે ત્યાંથી ઘરે આવો ત્યારે ફ્રિજમા દ્રાક્ષ હોય તો એ થોડી ખાઈ લેવી,આનાથી શરીરમાં થાક ઓછો લાગે છે અને ચક્કર આવતા નથી.જે લોકોને વધુ વજન હોય તેઓ પણ દ્રાક્ષ ખાઈ શકે છે, તમે આ ચાર મહિના ભરપૂર દ્રાક્ષ ખાઓ,પૈસા ન હોય તો ઉછીના લાવીને પણ દ્રાક્ષ ખાઓ,શરીર માટે ખૂબ જ ઉપયોગી છે.
દ્રાક્ષ કોને ન ખાવી જોઈએ ? જે લોકોને હાઇપર એસિડિટી હોય તેઓએ ખાટી દ્રાક્ષ ક્યારેય ન ખાવી જોઈએ.બીજું કે,જે લોકોને કાયમ કફ-શરદી રહેતી હોય તેઓએ ઓછી માત્રામાં દ્રાક્ષ ખાવી જોઈએ.આ લોકોએ ખાટી-મીઠી દ્રાક્ષ ખાવી જોઈએ.અમારી આ માહિતી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરો.