GujaratAhmedabad

સુરતના સિંગણપોરમાં મહિલા કોન્સ્ટેબલ ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું, રૂમમાંથી મળી આવી સુસાઇડ નોટ

રાજ્યમાં વધુ એક મહિલા કોન્સ્ટેબલ દ્વારા આપઘાત કરવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. સુરતના સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવનાર મહિલા કોન્સ્ટેબલ દ્વારા ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લેવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો છે. ઘટનાની જાણકારી મળતા સિંગણપોર પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળ પર આ મામલામાં તપાસ હાથ ધરી છે.

તમને જણાવી દઈએ કે, મહિલા કોન્સ્ટેબલ હર્ષનાબેન ચૌધરી મૂળ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વડગામના વતની હતા. જ્યારે તે હાલમાં સિંગણપોરના મહેશ્વરી પેલેસમાં રહી રહ્યા હતા. રવિવારના મહિલા કોન્સ્ટેબલ હર્ષનાબેન ફરજ નિભાવ્યા બાદ સોમવારના પોલીસ સ્ટેશન પર હાજર થયા નહોતા. તેના લીધે પોલીસ સ્ટેશનથી સવારથી જ ફોનથી હર્ષના બેનનો સંપર્ક કરવામાં આવી રહ્યો હતો. પરંતુ તેમના દ્વારા મોડી સાંજ સુધી કોઈ ઉત્તર આપવામાં આવ્યો નહોતો

આ કારણોસર સિંગણપોર પોલીસની અન્ય મહિલા પોલીસ કર્મચારીઓ તેમના ઘરે પહોંચ્યા હતા. ઘરે પહોંચતા દરવાજો અંદરથી બંધ હતો ત્યાર બાદ દરવાજો ખખડાવ્યો તો અંદર કોઈ ઉત્તર પ્રાપ્ત થયો હતો. તેના લીધે દરવાજો તોડવામાં આવતા  મહિલા કોન્સ્ટેબલ હર્ષનાબેન ચૌધરી ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. ઘટનાની જાણકારી મળતા પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આ મામલામાં તપાસ હાથ ધરી હતી.

તેની સાથે પોલીસ અધિકારીઓને ઘટના સ્થળ પરથી સિંગણપોરના મૃતક મહિલા કોન્સ્ટેબલ હર્ષનાબેન ચૌધરીનો મોબાઇલ અને એક સ્યુસાઇડ નોટ પ્રાપ્ત થઈ છે. આ સ્યુસાઇડ નોટમાં હર્ષના ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મમ્મી-પપ્પા અને બહેન ભાઇ મને માફ કરજો. હું જીંદગીથી કંટાળી ગયેલ છુ. જેના પર મેં વિશ્વાસ કર્યો હતો, તેણે જ મારો વિશ્વાસ તોડી નાખ્યો છે. તેના લીધે હવે કોઈના પર વિશ્વાસ કરવો નહીં. મને માફ કરજો અને તમારા બધાનું ધ્યાન રાખજો.