દુઃખદ ઘટના : સુરતના આપના કોર્પોરેટર જીતુ કાછડિયાના ઘરમાં લાગી ભીષણ આગ, 17 વર્ષના દીકરાનું કરુણ મોત
સુરતના મોટા વરાછા વિસ્તારથી એક દુઃખદ ઘટના સામે આવી છે. આ વિસ્તારમાં કોર્પોરેટર જીતુ કાછડીયા ના 17 વર્ષીય પુત્રનું આગની ઘટનામાં મૃત્યુ નીપજ્યું છે. સુરતના મોટા વરાછામાં આનંદધારા સોસાયટીમાં રહેનાર AAP ના કોર્પોરેટર જીતુ કાછડીયાના ઘરમાં આગની ઘટના ઘટી હતી. આગ લાગી તે સમયે ઘરમાં સાત વ્યક્તિઓ રહેલા હતા. જ્યારે આગ લાગી ત્યારે તમામ વ્યક્તિઓ બહાર નીકળી ગયા હતા પરંતુ 17 વર્ષથી એપ્રિન્સ કાછડીયા બહાર નીકળી ન શકતા મૃત્યુ નીપજ્યું હતું.
તેની સાથે એપ્રિન્સ કાછડીયાની વાત કરીએ તો તે આગામી તા. 11 માર્ચથી શરૂ થઈ રહેલી ધો. 12 ની બોર્ડની પરીક્ષાની તે તૈયારીઓ કરી રહ્યો હતો. જ્યારે સમગ્ર પરિવાર સુતો હતો. એવામાં રાત્રીના બે વાગે અચાનક મકાનમાં આગ લાગી ગઈ હતી. થોડા જ ક્ષણોમાં આગ દ્વારા વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેવામાં આવ્યું હતું. જ્યારે મકાનનાં બીજા માળ પર જીતેન્દ્ર કાછડિયાનાં પરિવારના સાત સભ્યો સુતા હતા. તે દરમિયાન આગની ઘટના બનતા સમગ્ર પરિવારજનોમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ઘરમાં આગ લાગી હોવાની જાણ થતા પ્રિન્સ તેમજ તેના ભાઈને તેના કાકા દ્વારા જઈને જગાડવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેમના દ્વારા બહાર નીકળવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતું તેઓ બહાર નીકળી શકે તેવી સ્થિતિમાં નહોતા.
તેમ છતાં આગ એટલી ભયંકર હતી કે, થોડાક જ સમયમાં સમગ્ર મકાનનાં ધૂમાડો થઈ ગયો હતો. તેના લીધે પ્રિન્સ બહાર નીકળી શક્યો નહોતો. આગમાં દાઝી જવાના લીધે પ્રિન્સ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો હતો. ઘટનાની જાણકારી ફાયર ફાઈટરને થતા ફાયર ટીમનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. તેમના દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.