India

નાણામંત્રી નિર્મલા સીતારમણ ની દીકરીના લગ્ન સાદાઇથી થયા, કોઇ VIP ને આમંત્રણ નહિ

નાણામંત્રી નિર્મલા સીતારમણની પુત્રીના લગ્ન ગુરુવારે એટલે કે 8મી જૂને થયા હતા. દેશના નાણામંત્રીની પુત્રીના લગ્ન હોય તો ભવ્ય લગ્ન સમારોહની અપેક્ષા રાખતા હશો પણ નાણામંત્રીની પુત્રી પરકલા વાંગમયીના લગ્ન બેંગલુરુમાં તેમના ઘરે થયા હતા. લગ્ન સમારોહનો વીડિયો સામે આવ્યો છે.

જણાવવામાં આવી રહ્યું છે કે નાણામંત્રીની પુત્રીના લગ્ન ઘરે સાદા સમારોહમાં થયા હતા, જેમાં પરિવારના સભ્યો અને મિત્રોએ હાજરી આપી હતી. લગ્ન સમારોહમાં કોઈ રાજકીય હસ્તીઓ જોવા મળી ન હતી. પરકલા વાંગમયીના પતિનું નામ પ્રતિક છે. પરકલાના લગ્ન પ્રતિક સાથે બ્રાહ્મણ પરંપરા મુજબ થયા હતા. ઉડુપી અદમારુ મઠના ઋષિઓએ બંનેને આશીર્વાદ આપ્યા.

ઘણા યુઝર્સે નાણામંત્રીની દીકરીના લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોમાં વૈદિક મંત્રોચ્ચાર સંભળાય છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ નજીકમાં ઉભા છે. મોટાભાગના યુઝર્સે આ સાદા લગ્ન સમારોહની પ્રશંસા કરી છે. પરકલા વાંગમયી વ્યવસાયે મલ્ટીમીડિયા પત્રકાર છે. તેણે નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીમાંથી પત્રકારત્વમાં માસ્ટર ઓફ સાયન્સ કર્યું છે. તેણે દિલ્હી યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં BA અને MA કર્યું છે. જુઓ વિડીયો: