GujaratAhmedabad

પ્રાથમિક શાળાઓમાં જાણો કેટલા દિવસનું જાહેર કરવામાં આવ્યું ઉનાળુ વેકેશન?

ગુજરાતમાં ધીરે-ધીરે આ વર્ષની શૈક્ષણિક સત્ર સમાપ્ત થવા જઈ રહ્યું છે. તેને લઈને વાલીઓમાં એક વસ્તુ રહેલ છે તે ઉનાળુ વેકેશન છે. જ્યારે હવે તેને લઈને જાણકારી સામે આવી છે. ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ઉનાળું વેકેશન જાહેર કરી દેવાયું છે. ચાલુ શૈક્ષણિક સત્ર દરમિયાન 35 દિવસનું ઉનાળુ વેકેશન વિદ્યાર્થીઓને અપાયું છે. તેનાથી એક વાત સ્પષ્ટ છે કે, હવે નવું શૈક્ષણિક સત્ર 5 જૂનથી શરૂ થઈ જશે. તેની સાથે 1 મેથી 4 જૂન સુધી 35 દિવસ દરમિયાન ઉનાળુ વેકેશન રાખવાનો નિર્ણય લેવાયો છે.

શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર રીતે પરિપત્ર જાહેર કરતા ઉનાળુ વેકેશન અને નવા સત્રની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. આ પત્ર મુજબ, સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિર, બાલ અધ્યાપન મંદિરો, સ્વનિર્ભર પીટીસી કોલેજો માટે પણ આ ઉનાળુ વેકેશન લાગુ પડશે. પ્રાથમિક અને માધ્યમિક બંને શાળાઓમાં બાળકોના વેકેશનની તારીખ એક સરખી રાખવા માટે DEO અને DPEO ને સંકલન કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

તેની સાથે તમને જણાવી દઈએ કે, પ્રાથમિક શિણક્ષ નિયામક દ્વારા તમામ જીલ્લા શિક્ષણાધિકારીઓને ઉનાળું વેકેશનને લઈ પત્ર દ્વારા જાણકારી આપવામાં આવી છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે, આગામી તા. 1 મે થી 4 જૂન સુધી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 35 દિવસનું ઉનાળું વેકેશન રાખવામાં આવ્યું છે. ત્યારે આગામી 5 જૂનથી રાજ્યભરની પ્રાથમિક શાળાઓ ફરી શરુ થશે.