અમદાવાદમાં આ ગાડીના માલિકને 27.68 લાખ રૂપિયાનો મેમો ફાટ્યો, જાણો વિગતે
અમદાવાદ ટ્રાફિક પોલીસે ગત મહિનાઓમાં ભારે કડકાઈ દાખવી હતી એ અનેક અમીરોની ગાડીઓને પણ દંડ ફટકાર્યો હતો. પોલીસ કહ્યું હતું કે તેમના માટે દરેક લોકો સરખા છે અને દરેકે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું પડશે. મૂળ વાત કરીએ તો 29 નવેમ્બરના રોજ હેલ્મેટ સર્કલ પાસે પોલીસે 2.18 કરોડની પોર્શે કારને અટકાવી ચાલક પાસેથી જરૂરી કાગળો માંગ્યા હતા. વધુમાં તેકારમાં નંબર પ્લેટ પણ ન હતી,
કાગળો અને નંબર પ્લેટ વગર હોવાથી પોલીસે કાર ચાલકને રૂ.9.80 લાખનો દંડ ફટકાર્યો હતો.ત્યારે આ મામલો આખા દેશમાં ચર્ચાસ્પદ બન્યો હતો કેમ કે આ આજ સુધીનો સૌથી મોટો દંડ હતો. જો કે હવે RTO એ કાર ચાલક પાસેથી 27 લાખ 68 હજારનો દંડ વસૂલ્યો છે.આરટીઓ દ્વારા અત્યારસુધીનો આ સૌથી મોટો દંડ છે.આરટીઓ દ્વારા 27.68 લાખ રુપિયાનો મેમો આપવામાં આવ્યો છે જેની માહિતી અમદાવાદ પોલીસે ટ્વીટર પર આપી છે.
કાર નું પાસિંગ ઝારખંડમાં થયેલું હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ત્યારે નંબર પ્લેટ ન હોવાથી કેસ RTO ને સોંપી દીધો હતો.જણાવી દઈએ કે આ કાર Porsche 911 મોડેલની સિલ્વર રંગની કાર છે. કારની કિંમત 2.18 કરોડ રૂપિયા આસપાસ છે. રણજીત દેસાઈ આ કાર ના મલાઈક હોવાનું પણ જાણવા મળ્યું છે.આરટીઓએ રોડ ટેક્સ પેટે 16 લાખ રુપિયા, દંડ ભરવામાં વધુ સમય લેતા 7.68 લાખ રુપિયા વ્યાજ ઉપરાંત 4 લાખ રુપિયા અન્ય દંડ ફટકાર્યો છે.