
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે. બાપુનગરમાં આવેલ વિકાસ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં ભીષણ આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ફાયરવિભાગને ઘટનાની જાણ થતાં જ તેઓ ઘટનાસ્થળે દોડી આવ્યા છે. તેમના દ્વારા આગ બુઝાવવાની કામગીરી શરુ કરવામાં આવી છે. જ્યારે આગ કયા કારણોસર લાગી તેની કોઈ જાણકારી સામે આવી નથી. જ્યારે આગ લાગવાના લીધે વેપારીઓને ભારે નુકસાન થયુ હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, વિકાસ એસ્ટેટમાં મોટાભાગની ફટાકડાંની દુકાનો આવેલી છે. એવામાં એક ફટાકડા ગોડાઉનમાં આગ ફાટી નીકળી છે. જ્યારે આ આગ દ્વારા વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેવામાં આવ્યું હતું. ત્યાર બાદ ફાયરવિભાગની ટીમને જાણ કરવામાં આવતા ફાયરવિભાગ 10 જેટલી ઘટનાસ્થળ પર દોડી આવી ગઈ હતી. આ સિવાય પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે આવી ગયા છે.
જ્યારે આગ લાગતા ગોડાઉનમાં રહેલા ફટાકડા ફૂટી રહ્યા હોવાના લીધે આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. ચાર વાગ્યાના સમયગાળામાં આ આગ લાગી હતી. આગના લીધે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ઉભો થઈ ગયો છે. જ્યારે આગનું સાચું કારણ હજું સુધી સામે આવ્યું નથી.