GujaratSouth GujaratSurat

બંદૂકની અણી પર પાંચ લૂંટારુઓ બેંક લૂંટીને થઈ ગયા ફરાર, સુરત ક્રાઈમ બ્રાન્ચ અને ઉચ્ચ અધિકારીઓ થયા દોડતા

સુરત શહેરના સચિન વિસ્તારમાં આવેલા વાંઝ ગામ ખાતે બેંક ઓફ મહારાષ્ટ્ર માં 5 લૂંટારુઓ ગત રોજ સવારના સમયે પિસ્તોલ ની સાથે ઘૂસી ગયા હતા. આ પાંચેય લૂંટારોએ બેંકના કર્મચારી ને બંધક બનાવી બેંકમાંથી 14 લાખ કરતા પણ વધુ રૂપિયાની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ અને ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક અસરથી સચિન વિસ્તારની બેંક પર દોડી આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, સુરતના સચિન વિસ્તાર ના વાંઝ ગામ ખાતે આવેલ  બેંક ઓફ મહારાષ્ટ્ર માં ગત રોજ સવારે બેન્ક ખુલતાની સાથે પિસ્તોલ સાથે પાંચ લૂંટારુઓ ઘુસી ગયા હતા. અને બંદૂકની અણી પર બેન્કમાંથી 14 લાખ કરતા પણ વધુની રોકડ રકમ લૂંટી ને ફરાર થઇ ગયા હતા. ત્યારે આ સમગ્ર ઘટના બેંકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જેમાં દેખાઈ રહ્યું છે કે પાંચ ઈસમો પોતાનું મોઢું ના દેખાય એ રીતે માથે હેલ્મેટ પહેરીને બે મોટરસાયકલ પર સવાર થઈને આવે છે. અને બેંક લૂંટીને ફરાર થઇ જાય છે.

નોંધનીય છે કે, આ ઘટનાને પગલે સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ તેમજ ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક અસરથી વાંઝ ગામની બેન્ક ઓફ મહારાષ્ટ્ર માં પહોંચ્યા હતા. હાલ તો પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.