ચેઇન સ્નેચિંગ કરવા ફ્લાઈટમાં જતો હતો ચોર, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ
દેશમાં દિવસે ને દિવસે ચેઇનસીને સ્નેચિંગના કેસો વધી રહ્યા છે. ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આજ રોજ એક ચેઇનસ્નેચરની ધરપકડ કરી લીધી છે. આ આરોપી આંતરરાજ્ય ચેઈનસ્નેચીંગ કરતો હતો. આરોપીની તપાસ કરતા ક્રાઇમબ્રાન્ચને જાણવા મળ્યું હતું કે, આ આરોપીએ અત્યાર સુધીમાં 18 ચોરીઓ કરી છે.
મળતી માહિતી અનુસાર, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આજ રોજ એક આંતરરાજ્ય ચેઇનસ્નેચરની ધરપકડ કરી છે. આ ચેઇનસ્નેચર પ્લેનમાં મુસાફરી કરીને હૈદરાબાદ,બેંગ્લોર અને ગુજરાત એમ અલગ અલગ રાજ્યોમાં ચેઇન સ્નેચિંગ કરવા માટે જતો હતો. આરોપીએ હૈદરબાદમાં માત્ર એક જ દિવસમાં 8 ચેઇનસ્નેચિંગ કરી હતી. જેને કારણે આ આરોપી પર ઇનામ પણ જાહેર કરાયું હતું. આરોપીની વધુ પુછપરછ હાથ ધરાતા તેણે 18 ચોરીઓ કરી હોવાનું કબુલ્યું હતું.
આ અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું હતું કે, આંતરરાજ્ય ચેઈનસ્નેચીંગ કરનાર આ આરોપીનું નામ ઉમેશ ખટીક છે. અને તે મૂળ અમદાવાદના નારાણપુરાનો વતની છે. આ આરોપી પ્લેન મારફતે ગુજરાત,બેંગ્લોર અને હૈદરાબાદમાં ચેઇનસ્નેચિંગ કરવા જતો હતો. ચેઇનસ્નેચિંગ કર્યા બાદ આરોપી તે રાજ્ય છોડીને જતો રહેતો હતો. આ આરોપી એટલો શાતીર હતો કે તે ચોરી કરવા જાય ત્યારે ચોરીના બાઇકનો જ ઉપયોગ કરતો હતો.
આરોપીએ હૈદરાબાદમાં એક જ દિવસમાં 8 ચોરીઓ કરી હતી. અને ત્યારબાદ તે બેંગ્લોર ગયો હતો અને ત્યાં તેણે 4 ચોરીઓ કરી હતી. બાદમાં તે પ્લેન મારફતે અમદવાદ એરપોર્ટ ખાતે આવ્યો હતો. ત્યારે શાહીબાગ પોલીસે આરોપીની બેગ અને એક્ટિવા જપ્ત કરતા તે ચોર હોવાનું માલુમ પડ્યું હતું.
જેને કારણે તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપીએ અત્યાર સુધી 18 ચોરીઓ કરી હોવાનું કબુલ્યું હતું.આરોપી ઓગસ્ટ મહિનામાં જેલમાંથી છૂટ્યો હતો. ત્યારે જેલમાંથી છુટયાના 4 મહિનામાં જ તેણે અમદાવાદમાં 6 ચોરીઓને અંજામ આપ્યો હતો. જો કે, તે ચોરીનો માલ વેચે તે પહેલાજ વાડજ પોલીસે તેને પકડીને તમામ મુદ્દામાલ જપ્ત કરી લીધો હતો.