International

ઉડતા પ્લેનમાં બળાત્કારનો ભોગ બની મહિલા, બિઝનેસ ક્લાસમાં પેસેન્જર સામે…

વિશ્વમાં મહિલાઓ સાથે થવાવાલા દુષ્કર્મ એક બહુ મોટી સમસ્યા છે. ક્ષીણ માનસિકતાના અમુક પુરુષ મહિલાઓને ફક્ત તેમના શરીરની ભૂખ મટાડવા માટેનું સાધન માને છે. સમય તો એવો છે કે પુરુષ પોતાની હેવાનિયત બતાવવા માટેનો એકપણ મૌકો છોડતા નથી. તેમણે જ્યારે પણ ચાન્સ મળે છે તે કુતરાઓ બની જતાં હોય છે અને મહિલાઓની ઉપર તૂટી પડતાં હોય છે.

તમે લોકોએ પણ બળાત્કાર સાથે જોડાયેલા ઘણા કિસ્સાઓ જોયા અને સાંભળ્યા હશે. પરંતુ આજે અમે તમને એક એવી ઘટના જણાવવા જઈ રહ્યા છીએ જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. ઉડતા વિમાનમાં તમામ મુસાફરો વચ્ચે એક વ્યક્તિએ એક મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. આ અનોખો કિસ્સો અમેરિકાના ન્યુ જર્સીથી લંડન જઈ રહેલી ફ્લાઈટમાં બન્યો હતો.

સામાન્ય રીતે લોકો ફ્લાઇટ દરમિયાન આરામ અને લક્ઝરી શોધે છે. ખાસ કરીને જ્યારે તમે બિઝનેસ ક્લાસમાં મુસાફરી કરી રહ્યા હોવ. પરંતુ ફ્લાઇટમાં એક મહિલા બળાત્કારનો શિકાર બની હતી. તેણીએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે તે રાત્રે બિઝનેસ ક્લાસમાં સૂતી હતી ત્યારે તેની બાજુમાં બેઠેલા મુસાફરે તેની સાથે બળાત્કાર કર્યો હતો.

મહિલા અનુસાર તે આરોપી યાત્રીને ઓળખતી નથી. જો કે એ બંને વચ્ચે ફ્લાઇટમાં થોડી વાત જરૂર થઈ હતી. બંનેએ સાથે ડ્રિંક પણ લીધી હતી. જેવી મહિલાને ઊંઘ આવે છે તો યાત્રી તેની સાથે ખોટું કામ કરે છે. જ્યારે મહિલાએ આ વાત પ્લેનના ક્રૂને જણાવી તો હલચલ મચી જાય છે. તે પછી એયરલાઇન્સ સ્ટાફ લંડન પોલીસને સૂચના આપે છે. જ્યારે ફ્લાઈટ હીથ્રો એરપોર્ટ પર લેન્ડ થઈ ત્યારે પોલીસ અધિકારીઓ બોર્ડ પર આવ્યા અને આરોપી વ્યક્તિની ધરપકડ કરી. તમને જણાવી દઈએ કે ન્યૂજર્સીથી લંડન પહોંચવામાં સીધી ફ્લાઈટ દ્વારા લગભગ 7 કલાકનો સમય લાગે છે. તે દરમિયાન જ આ ઘટના બની હતી.

ફ્લાઇટમાંથી ઉતર્યા બાદ મહિલાને રેપ કાઉન્સેલિંગ સૂટમાં લઈ જવામાં આવી હતી. તે જ સમયે, પોલીસ અધિકારીઓએ ફ્લાઇટની ફોરેન્સિક તપાસ પણ કરી હતી. સાથે જ આરોપીની ધરપકડ કર્યા બાદ બાદને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.આ સમગ્ર ઘટના સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર લોકો ગુસ્સે થયા હતા. બધાએ તેને શરમજનક કૃત્ય ગણાવ્યું. સાથે જ કેટલાક લોકોએ આરોપીઓને જામીન પર છોડવા પર નારાજગી પણ વ્યક્ત કરી હતી.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે