છ મહિનામાં બીજી વખત સગીરાને ભગાડીને લઈ જતા ડીસા પોલીસે નોંધી ફરિયાદ
ડીસા તાલુકા ખાતે આવેલ બાઈવાડા નામના ગામનો એક શખ્સ એક સગીર વયની યુવતીને છ મહિના પછી બીજી વાર ઉપાડી ગયો હોવાની બાબત સામે આવી છે. ત્યારે સગીરાની માતાએ આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેને પગલે ડીસા તાલુકા પોલીસે યુવક અને સગીરા એમ બંનેની શોધખોળ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ડીસા તાલુકા ખાતે આવેલ બાઈવાડા નામના ગામનો એક શખ્સ 16 વર્ષની ઉંમરની એક સગીરાને તેના ઘરેથી ભગાડી ગયો હોવાની ફરિયાદ નોંધાઇ છે. મહિલા ઘરકામ કરી તેના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ મહિલા અને તેની 16 વર્ષની ઉંમરની સગીર વયની પુત્રી બંને દરરોજ સાથે સુઈ જતા હતા. ત્યારે ગઇ 3 જુલાઈના રોજ તે બંને જણા રાબેતા મુજબ મહિલા અને તેની પુત્રી સાથે સુઈ ગયા હતાં. પરંતુ મહિલા મોદી રાત્રે ઉઠી તો તેણે જોયું કે તેની દિકરી તેની દીકરી ત્યાં ન હતી. તેથી મહિલાએ દીકરી ની શોધખોળ શરૂ કરી હતી. જો કે દીકરી ક્યાંય મળી આવી નહોતી. મહિલાએ બીજા દિવસે સવારના સમય દરમિયાન તેના સગાઓને ત્યાં દીકરી ની તપાસ કરી હતી. જો કે, ત્યાં પણ દીકરી મળી ન આવતા મહિલાને શક ગયો કે છ મહિના પહેલા જે શખ્સ તેની દીકરીને ભગાડી લઈ ગયો હતો તે જ શખ્સ દીકરીને ફરી ભગાડી લઈ ગયો હશે. જેથી મહિલા તરત જ યુવકના ઘરે પહોંચી તો જાણવા મળ્યું કે તે યુવકના પરિવારના લોકો પણ યુવક અને સગીરાને શોધી રહ્યા હતા. યુવકના પરિવારજનોએ જણાવ્યું હતું કે જો યુવક અને સગીરા મળી જશે તો મહિલાને તેની દીકરી સોંપી દેશે.
તમને જણાવી દઈએ કે, એક અઠવાડિયા પછી પણ સગીરા ક્યાં છે તે અંગે કોઈ જ માહિતી ન મળતા આખરે હારી થાકીને મહિલાએ તેની દીકરી ને ભગાડીને લઈ જનાર માધા ઉર્ફે મહાવીર શ્રવણ ભાઈ ઠાકોર નામના યુવક વિરુદ્ધ લગ્નની લાલચે સગીરાને ભગાડી ગયો હોવાની ફરિયાદ નોંધાવી છે. ત્યારે ડીસા તાલુકા પોલીસે ફરિયાદના આધારે બંનેની શોધખોળ હાથ ધરી છે.