ગુજરાત યુનિવર્સિટીને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં પાંચ વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરવામાં આવ્યો હોવાનો મામલો સામનો આવ્યો છે. અત્યાર સુધીની જાણકારી અનુસાર, આ વિદ્યાર્થીઓ ઉઝબેકિસ્તાન, અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા અને શ્રીલંકાના હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક જાણકારી અનુસાર આ વિદ્યાર્થીઓ અમદાવાદમાં હોસ્ટેલ પરિસરમાં નમાઝ અદા કરવામાં આવી રહી હતી. તેનાથી નારાજ કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ મામલો ઉગ્ર બની ગયો અને મારામારી સુધી પણ પહોંચી ગયો હતો.
આ મામલામાં વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, બહારથી કેટલાક લોકો અચાનક તેમની હોસ્ટેલ બિલ્ડિંગમાં ઘૂસી આવ્યા અને જય શ્રી રામના નારા તેમના લગાવવાનું શરુ કરી દેવામાં આવ્યું હતું. તેમના દ્વારા એમ પણ જણાવવામાં આવ્યું કે, વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં નમાઝ પઢવાની મંજૂરી રહેલી નથી. તેના પર બંને જૂથો વચ્ચે ઝઘડો થયો અને ત્યાર બાદ આ મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. આ ઘટના રાત્રીના 11 વાગ્યાની આજુબાજુ ઘટી હોવાનું સામે આવ્યું છે.
તેની સાથે આ મામલામાં એક અફઘાન વિદ્યાર્થી દાવો કરવામાં આવ્યો છે કે, લગભગ 10-15 લોકો બહારથી અમારી હોસ્ટેલ પરિસરમાં આવી ગયા હતા. અમે નમાઝ અદા કરી રહ્યા હતા તે દરમિયાન તેમાંથી ત્રણ અમારી હોસ્ટેલ ની બિલ્ડિંગમાં ઘૂસી આવ્યા હતા. તેમણે અમને જણાવ્યું હતું કે, અમે અહીં નમાજ અદા કરી શકતા નથી અને જય શ્રી રામના નારા લગાવવા લાગ્યા હતા. ત્યાર બાદ તેમને ત્યાં હાજર સિક્યોરિટી ગાર્ડને ધક્કો માર્યો અને નમાઝ અદા કરી રહેલા લોકો પર હુમલો કરી દીધો હતો.
આ સાથે વિદ્યાર્થીઓ દ્વારા વધુ જણાવવામાં આવ્યું હતું કે, તેમના રૂમમાં તોડફોડ પણ કરવામાં આવી હતી અને લેપટોપ, મોબાઈલ ફોન અને અરીસાઓ પણ તોડી નાખ્યા હતા. તેની સાથે પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો ત્યારે હુમલાખોરો નાસી ગયા હતા. જ્યારે વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો હતો. વીડિયો મુજબ, ઓછામાં ઓછા પાંચ વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે. તેની સાથે આ ઘટનાની જાણકારી મળતા ગૃહ રાજ્યમંત્રી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.