ભાજપના પૂર્વ MLA ના ભત્રીજાએ કરી આત્મહત્યા, પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો
રાજકોટ ગ્રામ્યના ભાજપના પૂર્વ ધારાસભ્ય લાખા સાગઠિયાના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. કેમકે તેમના ભત્રીજાએ ઘરે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા જ લોધિકા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને મૃતકના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો. મૃતકના પિતાની વાત કરીએ તો ખીરસરા ગામમાં ઉપસરપંચ છે અને તેમના પરિવારમાં એકનો એક પુત્ર પણ હતો.
રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના ખીરસરા ગામમાં રહેનાર રાજકોટ ગ્રામ્યના પૂર્વ ધારાસભ્ય લાખા સાગઠિયાના ભત્રીજા દ્વારા પોતાના જ ઘરમાં ઝેરી દવા પી આત્મહત્યા કરતા પરિવારમાં શોકનું મોંજુ છવાઈ ગયું છે. લોધિકા પોલીસની ટીમ દ્વારા આત્મહત્યાનું કારણ શોધવા તપાસ હાથ ધરવામાં આવી છે. પરિવારના એકના એક દીકરાનું મોત પરિવારમાં દુઃખનું મોંજુ છવાઈ ગયું છે.
રાજકોટના લોધિકા તાલુકાના ખીરસરા ગામમાં રહેનાર પુનિત ખીમજીભાઈ સાગઠિયા નામના યુવાન દ્વારા ગઈ કાલ સાંજના પોતાના જ ઘરમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરવામાં આવી હતી. મૃતક રાજકોટ ગ્રામ્યના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના નેતા લાખા સાગઠિયાનો ભત્રીજો પણ હતો.
તેની સાથે તમને જણાવી દઈએ કે, પૂર્વ ધારાસભ્ય લાખા સાગઠિયાના ભાઈ અને મૃતકના પિતા ખીમજીભાઈ ખીરસરા ગામના ઉપસરપંચ પણ રહેલા છે. ભત્રીજા દ્વારા ગઈ કાલ સાંજના પોતાના જ ઘરમાં આત્મહત્યા કરી લેવામાં આવી હતી. તેમ છતાં આ અંગે પરિવારજનોને કોઈ જાણ નહોતી. મૃતક યુવક અપરિણીત હતો. એવામાં પરિવારના એકના એક દીકરાનું મોત થતા સાગઠિયા પરિવાર તૂટી ગયો છે. હાલમાં લોધિકા પોલીસ દ્વારા પીએમ અર્થે મોકલી આત્મહત્યા પાછળના કારણની તપાસ હાથ ધરવામાં આવી છે.