IndiaPolitics

પંજાબના પૂર્વ સીએમ પ્રકાશ સિંહ બાદલનું નિધન

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ (Parkash Singh Badal) નું મંગળવારે રાત્રે લગભગ 8.28 કલાકે નિધન થયું હતું. તેઓ 95 વર્ષના હતા. મળતી માહિતી મુજબ, તેમનું મોત મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં થયું હતું.બુધવારે સવારે મોહાલીથી બાદલના ગામ ભટિંડા સુધીની અંતિમ યાત્રા નીકળશે.

અકાલી દળના વરિષ્ઠ નેતા Parkash Singh Badal પાંચ વખત પંજાબના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર બાદલ તેમના પુત્ર છે. પ્રકાશ સિંહ બાદલનો જન્મ 8 ડિસેમ્બર, 1927ના રોજ પંજાબના એક નાનકડા ગામ અબુલ ખુરાનાના જાટ શીખ પરિવારમાં થયો હતો.

પીટીઆઈ અનુસાર, વરિષ્ઠ શિરોમણી અકાલી દળ (એસએડી) નેતાને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ બાદ એક સપ્તાહ પહેલા મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પ્રકાશ સિંહ બાદલને સોમવારે ICUમાં દેખરેખમાં રાખવામાં આવ્યા હતા. સોમવારે સાંજે જાહેર કરાયેલ મેડિકલ બુલેટિનમાં, હોસ્પિટલે કહ્યું હતું કે, “પ્રકાશ સિંહ બાદલ હજુ પણ ICUમાં ડોકટરોની નજીકની દેખરેખ હેઠળ છે.”