પૂર્વ IPS સંજીવ ભટ્ટ ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. તેમને પાલનપુર એડિશનલ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે તેમજ 2 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, ગતરોજ કોર્ટ દ્વારા સંજીવ ભટ્ટને NDPS કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે, વર્ષ 1996 માં બનાસકાંઠાના તત્કાલીન SP સંજીવ ભટ્ટ દ્વારા પાલનપુરની લાજવંતી હોટલમાં રાજસ્થાનના પાલીના વકીલના રૂમમાં 1.15 કિલો અફીણ રાખી ખોટો કેસ કરવાના મામલામાં કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવી છે. એવામાં સજીવ ભટ્ટ સાડા પાંચ વર્ષથી પાલનપુરની સબજેલમાં કેદ રહેલા હતા.
આ કેસને લઈને વધુ વાત કરીએ તો 1996 માં સંજીવ ભટ્ટ બનાસકાંઠા એસપી રહેલા હતા તે સમયે પાલીના એડવોકેટ સુમેરસિંહની 1.15 કિલો અફીણ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના બાદ એડવોકેટ સુમેરસિંહે હાઈકોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. પાલીમાં એક પ્રોપર્ટી ખાલી કરાવવા માટે સંજીવ ભટ્ટ દ્વારા ડ્રગ્સ પ્લાન્ટ કરીને ખોટો કેસ ઉભો કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યો હતા. આ કેસમાં વર્ષ 2018 માં સીઆઇડી ક્રાઇમ દ્વારા સંજીવ ભટ્ટની ધરપકડ કરવામાં અવી હતી. જ્યારે હવે આ મામલામાં મોટો ચુકાદો આવતા પાલનપુર એડિશનલ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે તેમજ 2 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.