રાજકોટમાં સરકારી અધિકારીની ઓળખ બનાવી વેપારીઓ પાસેથી કરી કરોડોની છેતરપિંડી
મહાઠગ કિરણ પટેલની જ્યારથી ધરપકડ કરવામાં આવી છે ત્યારથી તેને લઈએ કોઈના બાબત સામે આવતી રહે છે. એવામાં આજે કિરણ પટેલ જેવો વધુ એક ઠગ સામે આવી ગયો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વડોદરાના માંજલપૂર વિસ્તારમાં રહેનાર હિતેશ ઠાકરની ધરપકડ કરવામાં આવી છે.
રાજકોટના વેપારી અલ્પેશ નારીયા અને વિજય નારીયા દ્વારા આરોપી હિતેશ પ્રવીણચંદ્ર ઠાકરે સેન્ટ્રલ આઈ. બી ના ડેપ્યુટી ડાયરેકટર અને IAS અધિકારીની ઓળખ આપી 1.23 કરોડની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં દાખલ કરવામાં આવી હતી. હિતેશ પ્રવીણચંદ્ર ઠાકરે દ્વારા 2019 માં માલીયાસણ ગામની જમીનનું ટેન્ડર આપવાના નામે છેતરપીંડી આચરવામાં આવી હતી.
રાજકોટના વેપારીઓ સાથે એક કરોડથી વધુની ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું છે. આરોપી હિતેશ ઠાકર પાસેથી જુદા-જુદા ચેરિટીના લેટર, મહેસુલના લેટર, રાજકોટ રેવન્યુના પત્રોમાં પોતે ગેઝેટેડ અધિકારી તરીકે સહી સિક્કા કર્યા હોવાની જાણકારી સામે આવી છે. તેની સાથે M.sc સુધીનો અભ્યાસ કરેલો ઠગ હિતેશ ઠાકર IAS અધિકારી બનવા ઈચ્છતો હોવાનું સામે આવ્યું છે. પરંતુ સરકારી ભરતીઓ કોર્ટ કેસમાં ફસાઈ હોવાના લીધે તે IAS અધિકારી બનવામાં નિષ્ફળ રહ્યો નહોતો. જેથી IAS અધિકારી તરીકેની છાપ છોડવા માટે IAS અધિકારી તરીકે જ પોતાનો દેખાવ રાખતો હતો.
તેની સાથે આ કેસમાં રાજ્ય અને કેન્દ્રીય ગૃહ વિભાગ, સેન્ટ્રલ અને સ્ટેટ આઈ.બી સહિતની એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તેમ છતાં આરોપી હિતેશ ઠાકર દ્વારા રાજકોટ જ નહીં પરંતુ અનેક લોકોને પોતાની આ ઠગની માયાજાળમાં ફસાવ્યા હોવાનું પણ પોલીસ તપાસ સામે આવી શકે છે.