South GujaratGujaratSurat

કેનેડા અને યુકેના વિઝા અપાવવાના બહાને છેતરપિંડી, ખેડૂત પાસેથી લાખો રૂપિયા પડાવી આરોપી ફરાર

વિદેશમાં જવાનો ગુજરાતીઓમાં ખાસ રસ રહેલો હોય છે. એવામાં અમેરિકા જવા માટે ગુજરાતીઓ કોઈપણ એજન્ટ પૈસા આપીને જવાનો પ્રયાસ કરતા હોય છે. પરંતુ આવું તેમને ક્યારેક ભારે પડતું હોય છે. જ્યારે આજે આવા જ સમાચાર સામે આવ્યા છે. સ્ટુડન્ટ વિઝા વર્ક પરમિટના નામે આઠથી વધુ લોકો છેતરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. 20.66 લાખથી વધુની રકમ ખંખેરી લઈ વિઝા ઓફિસ ના સંચાલકો નાસી ગયા હોવાનું સામે આવ્યું છે.

જાણકારી મુજબ, ભાવેશ ચૌહાણ અને કલ્પેશ ચૌહાણ દ્વારા અડાજણ ના વિસ્તારમાં ઓફિસ ખોલવામાં આવી હતી. અડાજણમાં ક્રિપા એજન્સીના નામે ઓફિસ ચલાવવામાં આવી રહી હતી. વડોદરામાં મેઇન ઓફિસ હોવાનું કહેતા હતા. તેમના વિરુદ્ધ અડાજણ પોલીસ સ્ટેશનમાં કામરેજ સીમાડી ગામના ખેડૂત દ્ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જ્યારે આઠથી વધુ લોકો તેમના દ્વારા છેતરવામાં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પ્રકાશભાઈને વિદેશમાં નોકરી અપાવવાના તેમજ વર્ક વિઝા કરાવી આપવાના બહાને રૂપીયા ૬,૮૬,૫૦૦ પડાવી લેવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે, જુન-જુલાઈ ૨૦૨૩ માં વીઝા થઈ જવાની વાત કરવામાં આવી હતી. તેમ છતાં વિઝા નહી થતા પ્રકાશભાઈ દ્વારા તેમના ભરેલા રૂપિયા ની પરત માંગણી કરતા શરુઆતમાં પૈસા પરત આપી દેવાની વાત કરવામાં આવી હતી. તે દરમિયાન પ્રકાશભાઈને જાણ થઈ ગઈ કે, ચૌહાણ બંધુઓ દ્વારા તેમના સિવાય અન્ય આઠ લોકો પાસેથી મળી કુલ રૂપિયા ૨૦,૬૬,૫૦૦ પડાવવામાં આવ્યા છે. કોઈને પણ વિદેશમાં તેમને મોકલ્યા નથી અને તે ઓફીસ બંધ કરીને નાસી ગયા છે. પોલીસ દ્વારા પ્રકાશભાઈની ફરિયાદ લઈ ચૌહાણ બંધુ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.