સુરતની ડાયમંડ હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓની ડિલિવરી ફ્રીમાં કરાઇ, રામ-સીતાના રખાયા નામ
અયોધ્યામાં આજે ભવ્ય રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠાને લઈને સમગ્ર દેશમાં રામમાહોલ જોવા મળી રહ્યો છે. એવામાં સુરતની એક હોસ્પિટલને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ હોસ્પિટલમાં દ્વારા અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરની ખુશીમાં મહિલાઓને નોર્મલ અને સિઝેરીયન ડિલિવરી નિઃશુલ્કપણે કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. તેની સાથે જે પરિવારમાં બાળક અથવા બાળકી જન્મ થયો છે તેમના નામ રામ અને સીતા રાખ્યા છે. હોસ્પિટલમાં આજે છ ડિલિવરી કરાઈ છે. જ્યારે હજુ 20 ડિલિવરી બાકી રહેલી છે.
તેની સાથે તમામ ડિલિવરી આજે નિઃશુલ્કપણે કરવાની જાહેરાત હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલ છે. ત્યારે હોસ્પિટલ અને પરિવાર દ્વારા આ મહત્વનો નિર્ણય કરી ભગવાન શ્રીરામના વધામણાં કરાઈ રહ્યા છે. તેની સાથે આપણે બધા જાણીએ છીએ કે, અયોધ્યા ખાતે આજે ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી રહી છે. એવા સમગ્ર દેશવાસીઓને તેને લઈને ભારે ઉત્સાહ રહેલો છે. એવામાં આજે એક ખાનગી હોસ્પિટલ દ્વારા આજે સગર્ભા મહિલાઓની નોર્મલ અને સિઝરીયન ડીલીવરી નિઃશુલ્કપણે કરાઈ રહી છે.
તમને જણાવી દઈએ કે, કાપોદ્રા ખાતે આવેલ ડાયમંડ હોસ્પિટલમાં આજે છ જેટલી બાળકોની ડિલિવરી કરવામાં આવી હતી. જ્યારે ડિલિવરી નો સંપૂર્ણ ખર્ચ નિઃશુલ્ક રહેલો છે. જ્યારે 20 ડિલિવરી હજી પણ પેન્ડિંગ રહેલી છે. આ તમામ ડિલિવરી નો ચાર્જ પણ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે. તેની સાથે હોસ્પિટલમાં બે અલગ-અલગ પરિવારમાં જન્મેલી બાળકી અને બાળકનું નામ રામ અને સીતા રાખવામાં આવેલ છે. જે પરિવાર દ્વારા આજે અયોધ્યા સ્થિત રામ જન્મભૂમિ ખાતે ભગવાન શ્રીરામના ભવ્ય મંદિરની ખુશીમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ શુભ દિવસે બાળકનો જન્મ થાય તો પરિવાર દ્વારા રામ નામ આપવામાં આવી રહ્યું છે. જ્યારે દીકરીનો જન્મ થાય તો તેનું નામ સીતા રાખવામાં આવી રહ્યું છે.