GujaratRajkotSaurashtra

રિલ્સ બનાવવાની બાબતમાં ઝઘડો થતા મિત્રએ જ મિત્ર પર છરી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો, જાણો સમગ્ર ઘટના….

રાજકોટ જિલ્લાના ઉપલેટાથી હત્યાની ઘટના સામે આવી છે. જેમાં એક મિત્ર દ્વારા બીજા મિત્રની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં જીમમાં જનાર બે યુવાનો વચ્ચે સોશિયલ મીડિયામાં રીલ્સ બનાવી અપલોડ કરવા બાબતના ઝઘડો થયો હતો. ત્યાર બાદ આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. એવામાં એક મિત્ર દ્વારા જ મિત્ર પર છરી ૧૯ જેટલા ઘા મારી હત્યા કરી નાખવામાં આવી હતી. પોલીસ દ્વારા આ મામલામાં હત્યા કરનાર મિત્રની ધરપડક કરી આ મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ ઘટનાને લઈને જણાવી દઈએ કે, શનિવારના સમયે 29 વર્ષીય યુવાનને જીમમાં સાથે આવતા તેના જ 19 વર્ષીય મિત્ર દ્વારા છરીના 19 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ મામલામાં પોલીસ દ્વારા હત્યારા મિત્ર વિનય ઉર્ફે સુજુ હિતેશ ધામેચા  નામના આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ મામલામાં જેતપુર DYSP રોહિતસિંહ ડોડીયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, નક્ષત્ર બિલ્ડિગમાં આવેલ બોડી ફિટનેસ જીમમાં મૃતક અને આરોપી બંને સાથે જીમમાં જતા હતા. એવામાં 10 દિવસ પહેલા બન્ને વચ્ચે વર્કઆઉટનો વીડિયો બનાવવા બાબતમાં ઝઘડો થયો અને ત્રણ દિવસ અગાઉ મૃતક આરોપીને મારામારી પણ કરી હતી. તેનો ગુસ્સો રાખીને આરોપીએ મૃતક જીમમાંથી બહાર નીકળતાની સાથે જ ૧૯ જેટલા છરીના ઘા ઝીંકી મિત્રને મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો.

તેની સાથે સુજુએ છરીથી આશિષને છાતીના ભાગમાં 3 તથા પેટના ભાગમાં 16 જેટલા ઘા મારવામાં આવતા આશિષ લોહીલુહાણ થઈ ગયો હતો. જ્યારે છરીના ઘા તેના પેટના ભાગે ઘૂસી જતા જીમમાં હાજર વ્યક્તિઓ પૈકી યશવંતભાઇ, શ્રીરામભાઇ, વિજયગીરી, યશ વાઘેલા અને કેયુરભાઇ સાથે મળીને આશિષને પહેલા નજીકમાં આવેલ ડો. મોડીયા સાહેબના દવાખાને સારવાર માટે લઇ ગયા હતા. તેમ છતાં ત્યાં ડોક્ટર હાજર ન હોવાના લીધે એમ્બ્યુલન્સમાં લઈ આશિષને ડો. કણસાગરા સાહેબના દવાખાને લઇ જવામાં આવ્યો હતો. ત્યાં હાજર ડોકટર દ્વારા આશિષને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આગળની કાર્યવાહી માટે સરકારી હોસ્પિટલમાં આશિષને લઇ જવાનું કહેતા અમે લોકો આશિષને સરકારી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા.

જ્યારે નાથાભાઈ ભાદરકાને સંતાનમાં એક પુત્ર આશિષ અને એક પુત્રી રહેલ છે. ત્યારે શનિવારના સાંજે બનેલી હત્યાની ઘટનાથી ભાદરકા પરિવારે એકનો દીકરો ગુમાવ્યો છે. તેના લીધે પરિવારમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.