GujaratSaurashtra

સાપુતારામાં ફરવા જવું મિત્રોને ભારે પડ્યું, કારનો અકસ્માત થતા બે મિત્રોના મોત તો બે ઈજાગ્રસ્ત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક નવસારીથી સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, નવસારી જિલ્લાના વાસદા વગઈ માર્ગ પર કાર અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યો છે. કાર ડિવાઈડર સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે યુવકના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય બે યુવાન ઈજાગ્રસ્ત થયા હતા. તેના લીધે તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના લીધે કારનો કુચ્ચો થયો ગયો હતો.

તમને જણાવી દઈએ કે, વાંસદા તાલુકાના ચારણવાડા ગામ પાસે કાર ડિવાઈડરથી ટકરાતા જ કારે પલટી ખાઈ લીધી હતી. આ કારની સ્પીડ વધુ હોવાના લીધે કારનો કુચ્ચો બોલી ગયો હતો. અકસ્માતમાં પાર્થ વજુ ડોબરીયા અને વિકેન રાકેશ ખાંટ નામના યુવકનું ઘટનાસ્થળ પર મૃત્યુ નીપજ્યું છે.  જ્યારે અન્ય બે યુવાનો નીરજ પ્રકાશ ડોબરીયા એને હર્ષિલ કાનજી ઠુમ્મર નામના યુવક ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે વાંસદાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

તેની સાથે તમને જણાવી દઈ કે, કારમાં સવાર ચારેય યુવાનો અંકલેશ્વરની ઓમ એન. ફાર્મા કંપનીના કર્મચારી હોવાની જાણકારી સામે આવી છે. ચારેય મિત્રો સાપુતારા ફરવા માટે નીકળેલા હતા. વાંસદા પોલીસ દ્વારા અકસ્માત મોતનો ગુનો નોંધી આ મામલામાં તપાસ હાથ ધરવામાં આવી છે.