ગામલોકોએ એવું તો શું કહ્યું કે આ ખેડૂતે પુત્રવધુ માટે હેલિકોપ્ટર મોકલવું પડ્યું ! જાણો આ સમગ્ર મામલો,
પહેલાના જમાનામાં લોકો બળદગાડામાં જાન લઈને જતા હતા,અત્યારે લોકો મોંઘી-મોંઘી કારમાં જાન લઈને જાય છે,અને હવે તો લોકો હેલિકોપ્ટરમાં જાન લઈને પરણવા જાય છે.આવું જ કઈક પાડોશી રાજ્ય રાજસ્થાનથી સામે આવ્યું છે,જ્યાં ગરીબ ઘરની દીકરીને પુત્રવધૂ બનાવી હેલિકોપ્ટરમાં બેસાડી સાસરીએ લાવ્યા હતા.
પુત્રવધુની વિદાય દરમિયાન ગ્રામજનો આ નજારો જોવા ઉમટી પડ્યા હતા.વૈર વિધાનસભાની ગ્રામ પંચાયત ગાંગરોલીના પ્રેમનગર ગામમાં એક સામાન્ય ખેડૂત દિનેશ ચંદ સૈનીની દીકરી ખુશ્બુના લગ્ન સવાઈ માધોપુરના નાદૌતી તાલુકાના કૈમરી ગામના રહેવાસી વિજેન્દ્ર સૈની સાથે થયા હતા.તેઓ પોતાની વહુને હેલિકોપ્ટરમાં બેસાડી ઘરે લાવ્યા હતા.
વરરાજાના પિતા રાધેશ્યામ સૈની કોન્ટ્રાક્ટર છે.તેઓ થોડા દિવસ પહેલા પરિવારના નાના બાળકને પ્લાસ્ટિકનું હેલિકોપ્ટર રમાડી ખવડાવી રહ્યા હતા.ત્યારે ગામના એક માણસે તેમની પાસે જઇ ટોણો મારતા કહ્યું કે,આવા હેલિકોપ્ટરથી જ બાળકને ખવડાવતા રહેશો કે પછી શું પુત્રની વહુને લાવવા હેલિકોપ્ટર મોકલશો !
આવું સાંભળતા જ તેમણે નક્કી કર્યું કે પુત્રવધૂ તો હેલિકોપ્ટરમાં જ આવશે.વરરાજાના પિતાએ કહ્યું,બે મહિના પહેલા જ્યારે મારા પુત્રના લગ્ન નક્કી થયા હતા ત્યારે મારી પત્નીને ગામની કેટલીક મહિલાઓને ટોણો મારતા કહ્યું,તમારા પુત્રના લગ્ન છે પરંતુ અહીંનો રસ્તો તો ખરાબ છે.
માટે તમારી પુત્રવધુને હેલિકોપ્ટરમાં લાવો.ગામલોકોના આ ટોણાને કારણે અમે નક્કી કર્યું કે પુત્રવધૂને હેલિકોપ્ટરથી જ લાવવાની છે.ભલે તેના માટે ખર્ચ કરવો પડે.અમે ૭ લાખ ૧૦ હજાર રૂપિયા ખર્ચીને પુત્રવધૂને હેલિકોપ્ટરમાં બેસાડીને ઘરે લાવ્યા હતા.