ગાંધીનગરથી સામે આવી એક દર્દનાક ઘટના, સાડા ત્રણ વર્ષની બાળકીની લાશ ખેતરમાંથી મળી આવી
ગુજરાતના મહેસાણાથી એક દર્દનાક ઘટના સામે આવી છે. જેમાં એક ખેતરમાંથી એક બાળકીની લાશ મળી આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, મહેસાણાના ગાંધીનગરના રોડ પર ખુલ્લા ખેતરમાંથી સાડા ત્રણ વર્ષની બાળકીની લાશ મળી આવી છે. જેના લીધે આ ઘટનાએ ચકચાર મચાવ્યો છે.
તેની સાથે જાણકારી સામે આવી છે કે, ગોકુલધામ ફ્લેટ સામે ઝુંપડામાં વસવાટ કરનાર પરિવાર રાત્રીના સુઈ રહ્યો હતો તે દરમિયાન ત્રણ વાગ્યાના આ બાળકી ગુમ થઈ ગઈ હતી. તેના લીધે રાત્રીના તેની શોધખોળ કર્યા બાદ અંતે તે વહેલી સવારના નજીકના ખેતરમાંથી બાળકીની લાશ મળી આવી હતી. જેમાં મજૂર પરિવારની પુત્રી પિતા દ્વારા તરછોડવામાં આવતા તે માતા સાથે રહેતી હતી.
નોંધનીય છે કે, ગાંધીનગરના રોડ પર ગોકુલધામ ફ્લેટ આવેલો છે. આ ફ્લેટની સામને ઝૂંપડપટ્ટી છે. જેમાં રાધિકાબેન નામની મહિલા વસવાટ કરે છે. રાધિકા બેન નામની મહિલા મજૂરીકામ કરીને જીવન પસાર કરે છે. રાધિકા બેનને ત્રણ વર્ષની દીકરી સોનાક્ષી હતી.જ્યારે આ બાળકી તેમની બાજુમાં જ સુઈ રહી હતી. પરંતુ જયારે રાત્રી સમયે રાધિકા બેનની આંખ ખુલી તો બાળકી તેમની બાજુમાં નહોતી. જેના લીધે તેમના દ્વારા અને ત્યાં રહેલા મજૂરો દ્વારા આ બાળકીની શોધ શરૂ કરવામાં આવી હતી. તે દરમિયાન આ બાળકીની લાશ સવારના સમયે મળી હતી.
જ્યારે આ બાળકીના મોતની વાત કરવામાં આવે તો બાળકીની લાશ જ્યારે મળી ત્યારે બાળકીના ગળે દુપટ્ટો વેટાયેલો હતો. તેનાથી એક વાત તો સ્પષ્ટ છે કે, બાળકીને દુપટ્ટા વડે ગળું દબાવીને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી. એવામાં પોલીસ દ્વારા હત્યાનો કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.