India

કહેવાય છે ને કે પ્રયત્ન કરવાથી જ સફળતા મળે છે, તેનું એક જીવતું અને જાગતું ઉદાહરણ છે ગણેશ

આજે જે વ્યક્તિની કહાની અમે તમને જણાવી રહ્યા છે એ સ્ટોરી છે ગણેશ કામથની. તેમની સ્ટોરી જાણીને તમને પણ કશું કરી બતાવવા માટેની પ્રેરણા મળશે. તમને પણ એવો અનુભવ થશે કે જીવનમાં કશું જ અશક્ય નથી. ગણેશ આજે કર્ણાટકમાં જીકે ડેકોરેટર્સના નામની એક ફર્મ ચલાવે છે. જે એ એરિયામાં બહુ ફેમસ છે. પણ તમને જણાવી દઈએ કે અહિયાં સુધી પહોંચવું સરળ હતું નહીં. ગણેશને અહિયાં સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરવી પડી હતી. ચાલો તમને જણાવી દઈએ પ્રેરણાદાયી વાત.

કામથનું બાળપણ ગરીબીમાં વીત્યું. જેના કારણે તેણે 7મા ધોરણમાં જ અભ્યાસ છોડી દીધો હતો. તે પછી તેણે ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. તે 2001 ની છે જ્યારે કરકલામાં એક ઇવેન્ટ દરમિયાન, ગણેશના બોસે તેને ફ્લડ લાઇટ પર લાઇટ બલ્બ ઠીક કરવા માટે 29 ફૂટ ઉંચા પાલખ પર ચઢવાનું કહ્યું હતું. જ્યારે તે લાઈટ ઠીક કરી રહ્યો હતો ત્યારે તેનું સંતુલન ખોરવાઈ ગયું અને તે નીચે પડી ગયો. જ્યારે તેને હોશ આવ્યો ત્યારે તેણે જોયું કે કરંટ લાગવાથી તેણે તેના બંને હાથ ગુમાવી દીધા હતા.

ગણેશના માથે ઘર અને પરિવારની બધી જવાબદારીઓ હતી અને નોકરી પરથી તેમને કાઢી મૂકવામાં આવ્યા હતા. 13 વર્ષ સુધી જેની માટે કામ કર્યું તેમણે ખરાબ પરિસ્થિતિમાં તેમનો સાથ આપ્યો નહીં. તે ડિપ્રેસનમાં ચાલ્યા ગયા હતા અને તેમણે આત્મહત્યા કરવાનો પણ વિચાર કર્યો હતો.

પણ કહેવાય છે કે જીવન પોતાની વાર્તા લખે છે. એક સંબંધીએ તેને આત્મહત્યા કરતા રોક્યો અને કહ્યું કે તારા ભાગ્યમાં રાજયોગ છે. ગણેશ કહે છે કે તે જાણતો હતો કે તેણે આ બધી વાતો તેને ખુશ કરવા માટે કહી હતી, પરંતુ તે જાણતો ન હતો કે આ બધું સાકાર થશે. ગણેશના બંને હાથ નથી અને તે પછી પણ તેણે તેને નબળાઈ બનાવવાને બદલે તેને પોતાની તાકાત બનાવી દીધી.

વીજ કરંટ લાગતા ગણેશે અકસ્માત વીમામાંથી મળેલા પૈસાથી કામ કરવાનું શરૂ કર્યું. ગણેશે બે મ્યુઝિક સિસ્ટમ ખરીદી અને લગ્ન અને અન્ય કાર્યક્રમો માટે ભાડે આપવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તેને 350 રૂપિયા સુધી મળતા હતા. પરંતુ ધીરે ધીરે તેમનો બિઝનેસ શરૂ થયો અને આજે તેમની પેઢી જીકે ડેકોરેટર્સનું ટર્નઓવર લાખોમાં છે. તેઓ લાખોમાં કમાણી કરી રહ્યા છે. હવે તે મેગા ઈવેન્ટ્સનું આયોજન કરે છે.

તેઓ છેલ્લા 16 વર્ષથી લગ્ન અને બીજા કાર્યક્રમમાં પોતાની સેવા આપી રહ્યા છે. હાલના સમયમાં તેમની ફર્મમાં 40 જેટલા લોકો કામ કરે છે. ગણેશનું કહેવું છે કે, ‘આજે ભલે હું મારા હાથે જમી નથી શકતો પણ મારા ફર્મથી 40 લોકો અને તેના પરિવારનું પેટ ભરી રહ્યો છું.’