સુરતના વરાછામાં પરિણીત યુવાનને હનિટ્રેપમાં ફસાવનાર આરોપી ઝડપાયો
રાજ્યમાં સતત હનિટ્રેપની ઘટનાઓમાં સતત વધી રહી છે. એવામાં આજે આવો જ એક આ મામલો સુરત શહેરથી સામે આવ્યો છે. સુરતમાં એક પરિણીત યુવાનને ફસાવવામાં આવ્યો છે. યુવાનને હનિટ્રેપમાં ફસાયા બાદ તેની પાસેથી ચાર લાખની માંગણી કરવામાં આવી હતી. આ બાબતમાં યુવક દ્વરા 3.50 લાખ રૂપિયા પણ આપવામાં આવ્યા હતા. પરંતુ અંતે આ મામલો સામે આવતા આ ગેંગના એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો હતો.
જાણકારી મુજબ, સુરતના વરાછાનો વેપારી હનિટ્રેપમાં ફસાઈ હતો. સ્કોકા. ઇન નામની વેબસાઇટ દ્વારા પરિણીત યુવાનને હનિટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો. શરીર સંબંધ બાંધવા માટે બોલાવી વીડિયો બનાવી બ્લેક મેઇલ કરવામાં આવ્યો હતો. યુવક દ્વારા બેડરૂમમાં પ્રવેશ કરવાની સાથે બે યુવાન પણ અંદર ઘુસી આવ્યા હતા. તેમના દ્વારા ડી-સ્ટાફ તરીકેની ઓળખ આપી વીડિયો ઉતારવામાં આવ્યો હતો.
ત્યાર બાદ પરિણીત યુવકને બ્લેકમેઈલ કરવામાં આવ્યો હતો. જેમાં ચાર લાખની માંગણી કરાઈ હતી. અંતે 3.50 લાખ રૂપિયા તેની પાસેથી પડાવી લેવામાં આવ્યા હતા. આ ઘટના અમરોલીના ઋતુરાજ એપાર્ટમેન્ટમાં ઘટી હતી. જ્યારે ફરિયાદના આધારે અમરોલી પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલમાં બે મહિલા સહિત ચારને ઝડપી પાડવા તપાસ હાથ ધરવામાં આવી છે.