Ajab GajabIndia

આદુમાં ભગવાન ગણેશનો આકાર, જાણો આવું કઈ રીતે થયું

છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં હિન્દુ દેવતા ગણપતિનો ફોટો વોટ્સએપ ગ્રુપ પર શેર કરવામાં આવી રહ્યો છે. આ ફોટામાં દેખાતા ગણપતિ જાણે આદુના બનેલા હોય તેવું લાગે છે. આ કારણોસર, તે ગણપતિના કુદરતી અવતાર તરીકે અને ક્યારેક આદુમાં દેખાતા ગણેશ તરીકે ઝડપથી ફેલાય છે.

શું છે આ મૂર્તિનું સત્ય, અમે તેની તપાસ કરી અને જે સત્ય બહાર આવ્યું તે તમને ચોંકાવી દેશે.આ તસવીરમાં ગણેશજીની મૂર્તિ સોશિયલ મીડિયા પર જણાવવામાં આવી રહી છે કે આ મૂર્તિ આદુની છે અને કુદરતી રીતે બનાવવામાં આવી છે તેવું લોકો કહી રહ્યા છે. આ માહિતી સાથે, જે લોકો ચમત્કારમાં વિશ્વાસ રાખે છે તેઓ તેને ઝડપથી તેમના મિત્રો અને સંબંધીઓને મોકલી રહ્યા છે અને તેમને આગળ મોકલવા માટે ભાવનાત્મક અપીલ પણ કરી રહ્યા છે.

વાસ્તવમાં આ ફોટો એવી મૂર્તિનો છે, જે માટીની છે અને તેને આદુનું ટેક્સચર આપવામાં આવ્યું છે. આ મૂર્તિ ફોટો ગેલેરી અને છબીઓ માટે જાણીતી સાઇટ Pinterest પર પણ મૂકવામાં આવી છે. આ મૂર્તિ જીંજર ગણેશ ક્લે – સિટીંગ પોશ્ચર નામથી ઘણી અન્ય શોપિંગ સાઇટ્સ પર જોવા મળે છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે