India

દાજયા પર ડામ : ગેસ સિલિન્ડરના ભાવમાં થઈ ગયો વધારો આજથી જ અમલમાં આવી જશે નવા ભાવ..

કોરોનાના પગલે દેશભરમાં લાદી દેવામાં આવેલ લોકડાઉનના પગલે આમ પણ સામાની જનતાની કમર તૂટી ગઈ હતી અને ફરીથી એક ખરાબ સમાચાર સામાની માણસ માટે ચિંતા વધારી શકે છે. અહી ઉલ્લેખનીય છે કે લોકડાઉન દરમિયાન આમ આદમીને વધુ એક ફટકો પડ્યો છે. તમને જણાવી દઈએ કે રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં સોમવારથી સરકાર ધ્વારા વધારો ઝીંકાયો છે.

તમને જણાવી દઈએ કે રાષ્ટ્રીય રાજધાની એવી દિલ્હીમાં 14.2 કિલોગ્રામનો સબસિડી વિનાનો ગેસ સિલિન્ડર હવે 11.50 રૂપિયા જેટલો મોંઘો થઇ ગયો છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર અહી ઉલ્લેખનીય છે કે, પહેલા દિલ્હીમાં તેની કિંમત 581.50 રૂપિયા હતી, જે વધીને હવે 593 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઇ ગઇ છે. આ વાત ફક્ત દિલ્હીની નથી આવી જ રીતે કલકત્તામાં પણ 14.2 કિલોગ્રામના સબસિડી વાળા ગેસ સિલિન્ડરમાં 31.5 રૂપિયા ભાવ વધારો કરવામાં આવ્યો છે. તમને એ પણ જણાવી દઈએ કે કિંમતોમાં થયેલો આ વધારો આજથી જ એટલે કે 1 જૂનથી લાગુ પણ થઇ ગયો છે.

ઔધોગિક નગરી મુંબઇની વાત કરીએ તો અહીં સબસિડી વાળા રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં 11.50 રૂપિયાનો ધરખમ વધારો થઈ ગયો છે. અહીં ઉલ્લેખનીય છે કે મૂંબઈમાં પહેલાં સિલિન્ડરની કિંમત 579 રૂપિયા હતી, જે હવે વધીને સીધી 590.50 રૂપિયા થઇ ગઇ છે. તો બીજી બાજુ ચેન્નઇની વાત કરીએ તો અહીં સબસિડી વાળા રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં 37 રૂપિયાનો મોટો વધારો થઇ ગયો છે. અહી ઉલ્લેખનીય છે કે પહેલા ચેન્નઇમાં આ સિલિન્ડર 569.50 રૂપિયામાં વેચાતો હતો, જે હવે એક જૂનથી વધીને 606.50 રૂપિયામાં વેચાવા જઈ રહ્યો છે.

જો કે સાથે સાથે અમે તમને એ પણ જણાવી દઈએ કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ છે એ લોકો પર આ રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતોમાં થયેલ ભાવ વધારાની કોઈ અસર નહી થાય.અહી ઉલ્લેખનીય છે કે પીએમયૂવાયના લાભાર્થીઓને 30 જૂન સુધી એક્દમ ફ્રી સિલિન્ડર પ્રાપ્ત થશે. અહી નોધનીય બાબત એ છે કે દેશના નાણામંત્રી એવા નિર્મલા સીતારમણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ત્રણ મહિના સુધી મફતમાં રાંધણ ગેસ સિલિન્ડર આપવાની ઘોષણા કરી હતી.