Gujarat

ત્રણ શબ્દોમાં ગૌતમ અદાણીએ શેર કર્યો સફળતાનો ફોર્મુલા, અંગત જીવનના રહસ્ય પણ જણાવ્યા

એશિયાના સૌથી અમીર વ્યક્તિની યાદીમાં જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પણ આવે છે. ગૌતમ અદાણીએ આ જગ્યાએ પહોંચવા માટે ઘણી મુસીબતોનો સામનો કર્યો છે. તાજેતરમાં જ ઇન્ડિયા ટીવી પર આપકી અદાલત કાર્યક્રમમાં ગૌતમ અદાણી પહોંચ્યા હતા જ્યાં તેમણે પોતાના સંઘર્ષ અને બિઝનેસની સફળતાના અનુભવો શેર કર્યા હતા.

કાર્યક્રમમાં ગૌતમ અદાણીએ કહ્યું હતું કે પૈસા કમાવા માટે કોઈ ફોર્મ્યુલા નથી હોતી. બિઝનેસ હોય કે જીવન એક જ ફોર્મ્યુલા કામ કરે છે મહેનત મહેનત અને મહેનત. મહેનતની સાથે તેને તેના પરિવાર તેને ટીમ અને ભગવાનના આશીર્વાદ મળ્યા જેથી તેમણે આ સફળતા પ્રાપ્ત કરી.

તેમણે કહ્યું હતું કે તે 15 વર્ષના હતા ત્યારે દસમું ધોરણ પાસ કર્યું અને પછી પરિવારની સ્થિતિ એવી હતી કે તેને કામ માટે મુંબઈ જવું પડ્યું. મુંબઈથી તેઓ ચાર વર્ષ પછી અમદાવાદ આવ્યા. તેમણે જણાવ્યું કે મુંબઈમાં વિતાવેલા ચાર વર્ષે તેમને મહેનત કરવાની શીખ આપી.

તેઓ કહે છે કે અભ્યાસ ખૂબ જ જરૂરી છે જો તેમણે અભ્યાસ કર્યો હોત તો આજે જ કહું તમે અદાણી છે તેના કરતાં પણ સારા વ્યક્તિ હોત. તેમણે એવું પણ કહ્યું કે તેમના જીવનમાં અલગ અલગ સમયે અલગ અલગ લોકોએ તેમને સપોર્ટ કર્યો. તેમણે કહ્યું કે તેમને બિઝનેસ કરવામાં રસ હતો અને પરિવારે પણ તેમને સપોર્ટ કર્યો જેના કારણે તેઓ બિઝનેસના રસ્તે ચાલ્યા અને સફળ થયા.

કાર્યક્રમમાં રજક્ષણ માટે તેમને એક પ્રશ્ન પૂછ્યો હતો કે ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા ત્યારે નરેન્દ્ર મોદીએ તેમને મદદ કરી ? ત્યારે તેમને કહ્યું હતું કે તેમને જીવનમાં ત્રણ મોટા બ્રેક મળ્યા. પહેલો બ્રેક ૧૯૮૫માં રાજીવ ગાંધી જ્યારે પ્રધાનમંત્રી હતા ત્યારે નવી આયાતની વિકાસ નીતિ આવી. તેનાથી તેમની કંપની ગ્લોબલ ટ્રેડિંગ હાઉસ બની. બીજો બ્રેક ૧૯૯૧માં મળ્યો જ્યારે ટીવી નરસિંહમાં રાવ અને ડોક્ટર મનમોહન સિંહની સરકાર હતી. ત્યારે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ કરી શકાતી હતી.

ત્રીજો બ્રેક ક્યારે મળ્યો જ્યારે વર્ષ 2012 માં નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે દેશની ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નવી દિશા મળી. આ સિવાય મોદીજી પાસેથી વ્યક્તિગત સહાયતા લીધી નથી. તેમણે કહ્યું કે દેશમાં એવી નીતિ બને છે જે બધાના હિતમાં હોય માત્ર અદાણી ગ્રુપ માટે કોઈ નથી બનતી નથી.

ગૌતમ અદાણી નો જન્મ ગુજરાતના અમદાવાદમાં થયો હતો 24 જૂન 1962 ના રોજ. ગૌતમ અદાણી ના પરિવારમાં છ ભાઈ બહેન છે. 20 વર્ષની ઉંમરે તેમણે હીરાના બ્રોકરેજ ફીટ ખોલ્યા હતા. ત્યાર પછી ધીરે ધીરે તેમને બિઝનેસના સફળતા મળી અને પછી ઈમ્પોર્ટ એક્સપોર્ટ લિમિટેડ નો પાયો નખાયો.