GujaratIndiaNews

ગૌતમ અદાણીએ તો સપાટો બોલાવી દીધો, લોઢીમાં ખીલો ઠોક્યો હોય એમ નવો રેકોર્ડ બનાવી દીધો,

અદાણી ગ્રુપ અને ગૌતમ અદાણી માટે ૨૦૨૨ વર્ષમાં સારી શરૂઆત થઈ છે.સંપત્તિની બાબતમાં વાત કરીએ તો રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીને પાછળ રાખી ગૌતમ અદાણી આગળ નીકળી ગયા છે.૨૫ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીને પાછળ છોડીને ગૌતમ અદાણી ભારતના સૌથી ધનવાન વ્યક્તિ બન્યા છે.

વધુમાં જણાવીએ તો ૪ ફેબ્રુઆરીએ ગૌતમ અદાણી વિશ્વના ધનીકોની યાદીમાં પહેલીવાર ૧૦ મા સ્થાને પહોંચ્યા છે.સોમવારે શેરબજારમાં થયેલ ઉથલપાથલ બાદ ગૌતમ અદાણી ૮૮.૫ અબજ ડોલરની સંપત્તિ સાથે સમગ્ર એશિયાના અમિર વ્યક્તિ બન્યા છે જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિ ૮૭.૯ અબજ ડોલર છે.

વાત કરીએ તો અદાણી ગ્રુપની ૬ કંપની ભારતીય સ્ટોક માર્કેટમાં લિસ્ટેડ છે.આ વર્ષે જાન્યુઆરીમાં જ અત્યાર સુધીમાં આ તમામ કંપનીઓમાં ૫ % થી લઈ ૪૫ % સુધીનું રિટર્ન જોવા મળ્યું છે.આ સિવાય રોકાણકારોને ટૂંકા સમયમાં વધું વળતર મળ્યું છે.છેલ્લા ૨૦ મહિનામાં ગૌતમ અદાણીની નેટવર્થમાં ૧૮૦૮ % થી વધુ એટલે કે ૮૩.૮૯ બિલિયન ડોલરનો વધારો જોવા મળ્યો છે.

છેલ્લા બે વર્ષની વાત કરીએ તો અદાણી ગ્રુપની લિસ્ટેડ કંપનીઓના શેરમાં ૬૦૦ % કરતા વધુ ઉછાળો જોવા મળ્યો છે.