GujaratSaurashtra

ગીર સોમનાથમાં બે યુવકોનું નદીમાં ડૂબી જવાથી નીપજ્યું કમકમાટીભર્યું મોત

રાજ્યમાં સતત વરસાદી માહોલ બન્યો છે. તેના લીધે અનેક જિલ્લાઓ પાણી ભરાયા છે. એવામાં ગીર સોમનાથથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગીર સોમનાથમાં નદીમાં ડૂબી જવાના લીધે બે યુવકોના કરુણ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જિલ્લાના ગીરગઢડા હડમતિયા ગામમાં શાંગવાડી નદી પરના પુલને શોધવાના પ્રયત્નમાં ત્રણ યુવકો ફસાઈ ગયા હતા. જેમાં એક યુવકનો આબાદ બચાવ થઈ ગયો હોવાનું સામે આવ્યું છે. જ્યારે બે યુવકો નદીમાં ફસાઈ જવાના લીધે તણાઈ ગયા હતા. જેમાં એક યુવકનો મૃતદેહ 8 મી જુલાઈના મળી આવ્યો અને બીજા યુવકનો મૃતદેહ આજે 9 મી જુલાઈના સવારના મળી આવ્યો હોવાની જાણકારી સામે આવી છે.

ગીર સોમાનાથમાં ભારે વરસાદના લીધે નદીમાં વધુ પાણી આવી ગયું છે. તેના લીધે એક યુવક ફસાઈ ગયો હતો. આ ઘટનામાં જયપાલભાઈ કાળુભાઈ ઘાસિયા અને સંજયભાઈ બારિયાનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે નાનુભાઈ ભાણાભાઈ વાઘેલા નામના વ્યક્તિનો આબાદ બચાવ થઈ ગયો હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, આજ સવારના બે યુવાનો પૈકી વધુ એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો. આ યુવકની વાત કરીએ તો તેનો મૃતદેહ નદીમાં એક કિલો મીટર દૂરથી મળી આવ્યો હતો. ગઈકાલ સાંજના એક યુવાન નો મૃતદેહ મળી આવ્યો હતો. જયારે આજે એક યુવાન નો મૃતદેહ મળી આવેલ છે. તેની સાથે ગીર સોમાનાથમાં ભારે વરસાદના લીધે નદી બે કાંઠે વહી છે તેના લીધે ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા છે.