AhmedabadGujarat

અમદાવાદમાં સ્પામાં કામ કરતી નાગાલેન્ડની એક યુવતીએ કર્યો આપઘાત, સ્યુસાઇડ નોટ ના મળતા આપઘાતનું કારણ અકબંધ

રાજ્યમાં આપઘાતના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.  ત્યારે અમદાવાદમાં વધુ એક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં સ્પામાં કામ કરતી એક યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. ત્યારે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળ પર પહોંચી હતી. તેમજ ફરિયાદ નોંધીને યુવતીએ આપઘાત કેમ કર્યો તેનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ નાગાલેન્ડની અને હાલ અમદાવાદ શહેર ના વેજલપુર વિસ્તારમાં વસવાટ કરતી 26 વર્ષની ઉંમરની કીટોલી સિંધુભવન રોડ પર આવેલા એક સ્પામાં નોકરી કરતી હતી. કિટોલીએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળ પર પહોંચી હતી. અને કિટોલીની લાશને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે ખસેડીને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું કે, કોઈ અમિત નામના યુવક સાથે કીટોલીને પ્રેમ સંબંધ હતા. જો કે ઘટના સ્થળેથી પોલીસને કોઈ સુસાઇડ નોટ ના મળવાના કારણે કિટોલીએ આપઘાત કેમ કર્યો તે અંગેનું કારણ જાણી શકાયું નથી.

તમને જણાવી દઈએ કે, હાલ તો આ સમગ્ર મામલે પોલીસે કિટોલીની લાશને પોસ્ટમોર્ટમ રિપોર્ટ માટે વી.એસ. હોસ્પિટલ ખાતે ખસેડી છે. તેમજ ફરિયાદ નોંધીને આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.